Connect Gujarat
ગુજરાત

કપરાડા તાલુકા કક્ષાનો ખરીફ કૃષિ મહોત્સવમાં વરસાદે પાડયું વિઘ્ન : લોકોએ ખુરસીને બનાવી છત્રી

કપરાડા તાલુકા કક્ષાનો ખરીફ કૃષિ મહોત્સવમાં વરસાદે પાડયું વિઘ્ન : લોકોએ ખુરસીને બનાવી છત્રી
X

વલસાડ જિલ્લાના કપરાડા ખાતે તાલુકા કક્ષાનો ખરીફ કૃષિ મહોત્સવ ચાલી રહ્યો હતો. જેમાં વરસાદ પડતા અધિકારી પદાધિકારી સહિત લોકો એ ભાગવું પડ્યું હતું.

વલસાડના કપરાડા ખાતે આવેલ એનઆર રાઉત હાઈસ્કૂલ ખાતે આજરોજ તાલુકા કક્ષાનો ખરીફ કૃષિ મહોત્સ્વ ચાલી રહ્યો હતો. જેમાં કાર્યક્રમ શરૂ થતા જ ધોધમાર વરસાદ પડતા કાર્યક્રમના અધ્યક્ષ કપરાડા વિસ્તારના ધારાસભ્ય જીતુ ચૌધરી સહિત તમામ અધિકારીઓ એ સ્ટેજ છોડી ભાગવું પડ્યું હતું. જેમાં ખરીફ કૃષિ મહોત્સવમાં ભાગ લેવા આવેલ સ્થાનિક લોકો પણ મંડપ છોડી ભાગવું પડ્યું હતું અને લોકો એ ખુરશીને છત્રી બનાવી હતી હાલ વરસાદ પડતા અધિકારીઓ ચિંતાતુર બન્યા છે અને કાર્યક્રમ થશે કે કેમ એ એક સવાલ ઉઠી રહ્યો છે.

Next Story