Connect Gujarat
ગુજરાત

કરજણ ખેતીવાડી બજાર સમિતિ ખાતે કરજણ તાલુકા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા ખરીફ કૃષિ મહોત્સવ ૨૦૧૯ યોજાયો

કરજણ ખેતીવાડી બજાર સમિતિ ખાતે કરજણ તાલુકા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા ખરીફ કૃષિ મહોત્સવ ૨૦૧૯ યોજાયો
X

ગુજરાત સરકાર આયોજીત ખરીફ કૃષિ મહોત્સવ ૨૦૧૯ સોમવારના રોજ કરજણ ખેતીવાડી બજાર સમિતીના પટાંગણમાં કરજણ તાલુકા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભમાં કરજણ કન્યા શાળાની છાત્રાઓએ સુંદર પ્રાર્થના ગીત રજુ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. ત્યારબાદ કરજણ - શિનોર બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલે દીપ પ્રાગટ્યથી કૃષિ ખરીફ મહોત્સવ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. ત્યારબાદ કરજણ શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરી મંચ પર ઉપસ્થિત અતિથિઓનું સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમના પ્રારંભમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોએ હાજર ખેડૂતોને કૃષિ, બાગાયત તથા પશુપાલન વિષે વિસ્તૃત છણાવટ સાથે સુંદર માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વકતા ધરાસભ્ય અક્ષય પટેલે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે એક દોઢ વર્ષ પહેલાં તાલુકા પંચાયતમાં એક જ ગ્રામ સેવક હતો એ જ વહીવટ કરતા હતા પરંતુ વારંવાર રજૂઆત કરતાં આજે બાર જેટલા ગ્રામ સેવકોની ભરતી કરાઈ છે અને આવનારા દિવસોની અંદર જે ગ્રામસેવકોની ભરતી કરવાની છે એ પૂર્ણ કરવાની બાંહેધરી આપી હતી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગ્રામ સેવક એક એવું માધ્યમ છે કે આપણે જે કંઇ માહિતી મેળવવી હોય તો કરજણ તાલુકા પંચાયત સુધી આવવું પડતું ન હતું અને ગ્રામસેવકો જ માર્ગદર્શન આપતા હતા સરકારી યોજનાનો લાભ આપણા સુધી પહોંચાડે કરતાં ઘણી બધી સહકારી મંડળીઓ તાલુકામાં કાર્યરત હોવા છતાં આજે ખેડૂતો ત્યાંના ત્યાં છે. ખેડૂતોને જે લાભ મળવો જોઇએ તે લાભ મળતો નથી ખેડૂતોને હંમેશા અન્યાય થતો આવ્યો છે ખેડૂતો તૈયાર થયેલો પાક જે મંડળીઓ સુધી પહોંચાડે છે તેઓને એમનું પૂરતું વળતર મળતું નથી. ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ ગયા છે એવા સમયે ખેડૂતોને કેવા પાકનું વાવેતર કરવું બાગાયતી પાકથી ખેડૂતોને કેવો ફાયદો થાય પશુપાલનથી ખેડૂતોને કેવો ફાયદો થાય તે માટે ખેતીવાડી વિભાગના અધિકારીઓએ માર્ગદર્શન આપવું જોઈએ.

જૈવિક ખાતર તરફ ખેડૂતોને વરવા અનુરોધ કર્યો હતો. કૃષિમંત્રીએ ખેતીવાડી વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવા માટે જે બાહેધરી આપી તે માટે તેઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. કૃષિલક્ષી માર્ગદર્શન માટે ગાંધીનગરથી આવેલા અધિકારીઓ પાસે માહિતી મેળવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. અંતમાં આભારવિધિ સાથે ખરીફ કૃષિ મહોત્સવ ૨૦૧૯ નું સમાપન કરાયું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય અક્ષય પટેલ જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ તથા તાલુકા પંચાયતના અધિકારીઓ, પદાધિકારીઓ સહિત કરજણ તાલુકાના ખેડૂતો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અંતમાં વડોદરા જિલ્લાના ચાર તાલુકાઓ અનુક્રમે કરજણ, શિનોર, ડભોઇ તેમજ વડોદરાની સહકારી મંડળીઓને પાણી વિતરણ વ્યવસ્થા, પિયતની વસુલાત, વહીવટ નાણાકીય હિસાબ, દફતરની નિભાવણી, જાળવણી સારી રીતે કરી એ ઉમદા હેતુસર સાત નાની તિજોરીઓ કાર્યવાહક સંચાલક ગાંધીનગર આર બી મારવીયાના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ ખેતી નિયામક નર્મદા યોજના કૃષિ વિંગની કચેરી દ્વારા અર્પણ કરાઈ હતી.બે ખેડૂતોનું અક્ષય પટેલે શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. કૃષિ મહોત્સવ નિમિત્તે એ પી એમ સી ના કમ્પાઉન્ડમાં કૃષિલક્ષી વિવિધ સ્ટોલ્સ પણ ઉભા કરાયા હતા...

Next Story