Connect Gujarat
ગુજરાત

કરજણ-શિનોરના ધારાસભ્યે ખેડૂતોને ૧૧ કલાક વિજપૂરવઠો મળે તે માટે આપ્યું આવેદન

કરજણ-શિનોરના ધારાસભ્યે ખેડૂતોને ૧૧ કલાક વિજપૂરવઠો મળે તે માટે આપ્યું આવેદન
X

ખેડૂતોને દસથી ૧૧ કલાક વીજપુરવઠો આપવાના મુદ્દે કરજણના પ્રાંત અધિકારીને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવાયું હતું.

વડોદરા જિલ્લાના કરજણ-શિનોરના ખેડૂતોને ભર ઉનાળે ખેતી માટે પરતો વીજ પુરવઠો ન અપાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોની સમસ્યાને વાચા આપવા મંગળવારના રોજ કરજણ-શિનોર બેઠકના કોંગ્રેસના યુવા ધારાસભ્ય અક્ષય પટેલની આગેવાની હેઠળ કરજણ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું.

આવેદનપત્રમાં ખેડૂતોને માત્ર ૮ કલાક જ વીજ પુરવઠો પાણી માટે આપતા ભારે વિપદા ઉભી થઈ હોવાનું જણાવાયું છે. ખેડૂતોને દસથી અગીયાર કલાક સુધી વીજ પુરવઠો પુરો પાડવા માંગ કરાઇ હતી. તેમજ નર્મદા નિગમની કેનાલોમાં પણ પાણી છોડી ખેડૂતોના પાકને બચાવી લેવા રજુઆત કરાઇ છે. અન્ય માંગણી વિશે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કરજણ ડભોઇ નેરોગેજમાંથી મીટરગેજમાં પરીવર્તિત કરાતા ખેડૂતોને કોઈપણ પ્રકારની નોટીસ કે વળતર આપ્યા વગર પ્રોજેક્ટનું કામકાજ શરૂ કરાતા ખેડૂતોમાં તંત્ર સામે રોષની લાગણી જોવા મળી રહી છે.

જે સંદર્ભે કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલની આગેવાનીમા ખેડૂતોના પ્રતિનિધિ મંડળ દ્વારા આવેદનપત્ર આપી ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવા રજુઆત કરાઇ હતી. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં અક્ષય પટેલ સહિત કોંગી કાર્યકરો તેમજ ખેડૂતો પણ હાજર રહ્યા હતા.

Next Story