Connect Gujarat
ગુજરાત

કરજણ : સાયર ગામમાંથી રૂપિયા ૧૩ લાખ ઉપરાંતની કિંમતના હાઈવા ટ્રકની ચોરી

કરજણ : સાયર ગામમાંથી રૂપિયા ૧૩ લાખ ઉપરાંતની કિંમતના હાઈવા ટ્રકની ચોરી
X

કરજણના પાલેજ નારેશ્વર માર્ગ પર આવેલા કરજણ તાલુકાના સાયર ગામમાં રહેતા નગીનભાઇ ખુશાલભાઇ ઓડના રૂપિયા તેર લાખ ઉપરાંતની કિંમતના હાઈવા ટ્રકની કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી ગયાની ફરિયાદ કરજણ પોલીસ મથકમાં નોંધાવા પામી છે.

પાલેજ - નારેશ્વર માર્ગ પર આવેલા સાયર ગામમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા નગીનભાઇ ખુશાલભાઇ ઓડની હાઈવા ટ્રક ગત તારીખ ૩૦ ડિસેમ્બરના રોજ રાત્રીના કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી જઇ ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સાયર ગામમાં રહેતા નગીનભાઇની હાઇવા ટ્રક નંબર જી જે - એ યુ ૪૮૩૯ ગત ૩૦ ડિસેમ્બરના રોજ રાત્રીના કોઇ અજાણ્યા ચોર ઇસમે કેબીનનો કાચ તોડી અંદર ઘૂસી ડુપ્લીકેટ ચાવીથી સ્ટાર્ટ કરી ચોરી કરી ફરાર થઇ ગયો હતો. ચોરાયેલા હાઈવા ટ્રકની નગીનભાઈએ આસપાસના ગામોમાં તપાસ કરવા છતાં ન મળી આવતાં ગતરોજ કરજણ પોલીસ મથકમાં હાઇવા ટ્રક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story