Connect Gujarat
ગુજરાત

કરાડ નદીમાં ઝેરી કેમિકલ્સ વેસ્ટના કચરાએ પ્રાણ ઘાતક પ્રદૂષણના સફેદ ફીણના દ્રશ્યો જોવા મળ્યા..

કરાડ નદીમાં ઝેરી કેમિકલ્સ વેસ્ટના કચરાએ પ્રાણ ઘાતક પ્રદૂષણના સફેદ ફીણના દ્રશ્યો જોવા મળ્યા..
X

  • પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ સેમ્પલો લેવામાં તેરી મહેરબાનીયા જેવા વહીવટમાં
  • કરાડ નદીના કિનારે આવેલ કેમીકલ કંપનીઓ અને પ્લાસ્ટિક ઉદ્યોગો નદીના પટમાં ઠાલવતા કેમિકલ્સ યુક્ત કચરો

[gallery td_gallery_title_input="કરાડ નદીમાં ઝેરી કેમિકલ્સ વેસ્ટના કચરાએ પ્રાણ ઘાતક પ્રદૂષણના સફેદ ફીણના દ્રશ્યો જોવા મળ્યા.." td_select_gallery_slide="slide" size="large" ids="102238,102239,102240,102241,102242"]

કાલોલ શહેરથી અંદાજે ચાર કિ.મી.ના અંતરે આવેલ બાકરોલ ગામ પાસેથી પસાર થતી કરાડ નદીમાં વરસાદના પાણીના આગમન સાથે ઝેરી કેમિકલ વેસ્ટના ફીણના સફેદ ખતરનાક પ્રદૂષણના વહેણ શરૂ થતા સ્થાનિક રહીશો અને પર્યાવરણ પ્રેમીઓમાં હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી ઓના આ મૌન રહેવાના સોદાઓ સામે આક્રોશ ભભૂકી ઉઠયો છે જેમાં છેલ્લા કેટલાક વર્ષોથી કરાડ નદીને હંમેશા પ્રદુષિત કરીને નદી કાંઠે આવેલ પ્લાસ્ટિક કંપની અને કેમિકલ કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ નદીના પટમાં ઝેરી કેમિકલ વેસ્ટનો કચરો ઠાલવવાના પ્રયાસો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સત્તાધીશોનો વહીવટ જો અહેસાનમાં મૌન રહેતા હોય તો ગાંધી ચીંધ્યા માર્ગ દ્વારા આંદોલન કરીને એમને બોલતા કરવાનું આક્રમણ શૂર શરૂ થઈ ચૂકયો છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્યાવરણની સુરક્ષાઓની ગંભીરતા ઓમાં નદીઓને લોકમાતાઓના આર્શીવાદમાં જોવે છે.અને આ નદીઓના પાણીનો પ્રવાહ હમેંશા શુદ્ધ રહે આ માટે સતત ચિંતિત રહીને આ લોકમાતાઓ પ્રદુષણ મુક્ત રહે આવા સંદેશાઓ આપતા હોય છે.

પરંતુ ગોધરા સ્થિત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકમાતાઓ સ્વચ્છ રહે આ સંદેશાઓ સ્પર્શતા હોય એવું કરાડ નદીના પાણીની આ દુર્દશાઓમાં દેખાતો જ નથી. આ પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં ફરજ બજાવનારા અધિકારીઓ દર ચોમાસામાં કરાડ નદીમાં આ પ્રદુષણનો પ્રવાહ વહેતો થાય આ અખબારી અહેવાલો વાંચ્યા બાદ તંત્ર દોડતું થયું હોવાના ગંભીર દેખાવોની કામગીરી ઓમાં સેમ્પલોના નમૂના લેવાના કોઈક જાગૃત પર્યાવરણ પ્રેમી પૂછે ત્યારે કેમીકલની ભેળસેળ હોવાનું જણાવીને દર વખતે રવાના થાય છે પરંતુ ત્યારબાદ પ્રદુષણ છોડતી આ કંપનીઓની બંધ ચેમ્બરોમાં શુ થાય છે ભલે આ રહસ્યો અકબંધ રહે પરંતુ તંત્રની આ મહેરબાનીઓ કરાડ નદીમાં ચોમાસાના પ્રારંભ સાથે પ્રદુષણના સફેદ ફીણોના મહાસાગર બનીને આ કદરૂપા આર્શીવાદ ના રહસ્યો જાહેર તો કરે જ છે!

કાલોલ શહેરથી અંદાજે ચાર કી.મી.ના અંતરેથી પસાર થઈ રહેલ કરાડ નદીમાં ગત સાંજથી પાણીના પ્રવાહને બદલે કેમીકલ યુક્ત પ્રદુષણના ફીણના ગોટેગોટા દેખાવવાના શરૂ થયા છે.કરાડ નદીના ઉપરવાસના કિનારે આવેલ પ્લાસ્ટીક ઉદ્યોગ અને કેમીકલ્સ કંપનીઓ દ્વારા પોતાના ઝેરી કેમીકલ વેસ્ટને વર્ષ દરમિયાન કરાડ નદીમાં ઠાલવવાના પ્રાણ ઘાતક ખેલ ખેલવામાં આવી રહયાનું દેખાય આવે છે. અને છેલ્લાં છ વર્ષોથી વરસાદના આગમન સાથે કરાડ નદીમાં પાણી નહીં પરંતુ ખતરનાક પ્રદુષણ વહેતો થયો હોવાના દ્રશ્યો જોવા મળે છે. આ કરાડ નદીના પાણી પીવા લાયક હશે આ સદંતર ભૂલી જવાનું જો પાણીને સ્પર્શ કરો તો ચામડીના રોગો ફાટી નીકળે છે.આ પ્રદુષિત પાણી પશુઓ ભૂલથી પી જય તો મોતને ભેટતાં હોવાનો સ્થાનિક રહીશોના આક્રોશ છે.

કરાડ નદીમાં છેલ્લા છ વર્ષથી ઝેરી કેમીકલ્સ વેસ્ટના સર્જાતા ગંભીર જાહેર તમાશાઓ જોયા બાદ ગોધરા ખાતે આવેલ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના દર વર્ષે નમુનાઓ લેવાના સંતોષમાં એધિકારીઓના રહસ્યો ભલે કોઈને ના સમજાય પરંતુ જાહેર દ્રશ્યો ઘણા બધા રહસ્યોના પર્દાફાશની ચર્ચાઓ તો કરતા જ હોય છે.

Next Story