Connect Gujarat
ગુજરાત

કસ્તુરબા સેવાશ્રમ સંચાલિત કેવડી આશ્રમ શાળામાં યોજાયો બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ

કસ્તુરબા સેવાશ્રમ સંચાલિત કેવડી આશ્રમ શાળામાં યોજાયો બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ
X

કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત ઉમરપાડા તાલુકાના કેવડી ગામ ખાતે આવેલ આશ્રમ શાળામાં ધોરણ ૧૦ અને ૧રના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="86586,86587,86588,86589,86590,86591"]

કસ્તુરબા સેવાશ્રમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસિયાની અધ્યક્ષતામાં યોજાયેલ સમારોહમાં ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન જગદીશ પરમાર, કસ્તુરબા સેવાશ્રમ સંસ્થાના માનદ સલાહકાર વિરેન્દ્ર સિંહ અટોદરિયા વ્યવસ્થાપક પ્રતાભાઇ, સહ વ્યવસ્થાપક ધીરજભાઇ ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમમાં ધોરણ પાંચથી ૧૧માં પહેલા તથા બીજા ક્રમે આવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને રિસ્ટવોચ આપી સન્માનિત કરાયા હતા.

કાંડા ઘડિયાળ ભરૂચના એડવોકેટ મહેશભાઇ પરમાર તરફથી આપવામાં આવ્યા હતા. જ્યારે ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીઓને સ્કુલબેગ અને સર્ટીફિકેટ એનાયત કરાયા હતા. કસ્તુરબા સેવાશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસિયાએ ધોરણ ૧૦ અને ૧ર ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી ભવિષ્યમાં તેમને શૈક્ષણિક કારકિર્દીના ક્ષેત્રે કોઇપણ મુંઝવણ હોય અથવા આર્થિક સમસ્યા હોય તો તેના માટે સંસ્થાનો સંપર્ક કરવાનું આહવાન કર્યું હતું. જ્યારે ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વા. ચેરમેન જગદીશ પરમારે બોર્ડની પરીક્ષા દરમિયાન કઇ રીતે પેપર લખવું જાઇએ તેના વિષે માર્ગદર્શન આપ્યું હતું.

Next Story