Connect Gujarat
ગુજરાત

‘કાચિંડો’ મૂવીના કાસ્ટ પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે

‘કાચિંડો’ મૂવીના કાસ્ટ પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે
X

પિન્ક પર્પલ પ્રોડ્કશન દ્વારા પ્રથમ ગુજરાતી ફિલ્મ જેનું શૂટ પેરીસ માં થયેલ છે.

પિન્ક પર્પલ પ્રોડ્કશન દ્વારા પ્રથમ ગુજરાતી ફિલ્મ જેનું શૂટ પેરીસ માં થયેલ છે - કાચિંડો મૂવીના કાસ્ટ મૂવી પ્રોમોશન માટે અમદાવાદ ની મુલાકાતે આવી પોહ્ચ્યા હતા. જે તા.૧૨ એપ્રિલ થી અમદાવાદ,મુંબઈ ના થીયેટર તેમજ વિદેશ માં જોવા મળશે. તેમજ 13 એપ્રિલ એ આફ્રિકા માં રીલીઝ થશે.

ફિલ્મ માં જાણીતા કલાકારો છાયા વોરા, હિતેશ સંપત કૃપા મિશ્રા, મોહસીન શેખ, ભાવિની ગાંધી, રાજ જતાનિયા અને ગ્રીવા કંસારા જોવા મળશે તેમજ ઘણા સમય પછી અપરા મેહતા પણ આ ફિલ્મ માં જોવા મળશે તેમજ પેરીસ ના જાણીતા કલાકારો અને અભિનેત્રી જુલિયા મુગ્નીયાર પણ જોવા મળશે. આ મૂવી માં પ્રોડ્યૂસર ઉર્વીશ પરીખ,કો.પ્રોડ્યૂસર તરીકે પ્રદ્યુમ્ન પટેલ, અમીષ પટેલ, ભદ્રિક ઝવેરી , ડાબી બાજુ વાવ, ડાયરેક્ટર- ઉર્વીશ પરીખ,અબ્દુલ વાહીદ સિદ્દીકી,

લેખક-બાબુલ ભાવસાર,એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર -કમલેશ સિંગલ,કૃણાલ પંચાલ , મ્યુઝિક - રીશીત ઝવેરી , લિરિક્સ- રઈશ મનીઆર, ડો. વિધુર ગોટાવાળા અને જેસુસ મેહતા ડી.ઓ.પી-અબ્દુલ વાહીદ સિદ્દીકી, ભવદીપ દેસાઈ , એડિટર - ધર્મેશ ચચાડિયા, કોરીઓગ્રાફી - ખુશ્બુ રૂપારેલિયા, પબ્લિસિટી ડિઝાઇન - અજય ચચાડિયા, પી.આર અને માર્કેટિંગ - ચિંતન મેહતા, બેક ગ્રાઉન્ડ - મનોજ સીંગ, પોસ્ટ પ્રોડ્યૂકશન અને સોશ્યિલ મીડિયા માર્કેટિંગ – ધર્મેશ ચાંચડીયા અને અજય ચાંચડીયા (ક્રેએટિવ વર્કલાઈન) દ્વારા કરવામાં આવ્યું છે મુવી વંદન શાહ(રૂપમ એન્ટરટેઈનમેન્ટ) દ્વારા રીલીઝ કરવામાં આવી રહ્યું છે .

આ સસ્પેન્સ મૂવી વિશે વાત કરતા મૂવી ના પ્રોડ્યૂસર ઉર્વીશ પરીખે જણાવ્યું હતું કે, આ એક સસ્પેંસ મૂવી છે જેનું નામ જ જણાવી આપવે છે માણસોના બદલાતા રંગ-કાચિંડો. આ મૂવી નું શૂટ પેરિસમાં કર્યું છે. જેમાં પેરિસ ગવરમેન્ટ નો પણ સારો સપોર્ટ મળી રહ્યો હતો. કાચિંડો નામ થી જ લોકો ને ખબર પડે કે રંગ બદલતું પ્રાણી ની જેમ રંગ બદલાતા માનવીઓની જેમ જ અમે મૂવી માં પળે પળે બદલાતા માણસો અને અને સ્વાર્થી સ્વભાવ વિશે બતાવ્યું છે.

અને ચાલી રહેલા ટ્રેન્ડ જે માં લોકો લગ્ન કરીને વિદેશ સ્થાઈ થવાના ઉમળકામાં કેવી રીતે હેરાન થતા હોય છે અને એમાં એ પોતે શુ કરે છે એની વાત દર્શાવામાં આવી છે. મને પુરે પુરી આશા છે કે દરેક ગુજરાતી ફેમિલી ને આ મૂવી ખુબજ પસંદ આવશે. અને તા. ૧૨ એપ્રિલ થી અમદાવાદ,મુંબઈ ના થીએટર તેમજ વિદેશ માં જોવા મળશે.

Next Story