Connect Gujarat
દેશ

કાનપુર ભિવાની કાલિંદી એક્સપ્રેસના જનરલ ડબ્બામાં થયો બ્લાસ્ટ

કાનપુર ભિવાની કાલિંદી એક્સપ્રેસના જનરલ ડબ્બામાં થયો બ્લાસ્ટ
X

ઉત્તરપ્રદેશના કાનપુરથી હરિયાણાના ભિવાની જવા વાળી કાલિંદી એક્સપ્રેસમાં બુધવારે સાંજે જોરદાર ધમાકો થયો હતો. રિપોર્ટ મુજબ આ ધમાકો કાલિંદી એક્સપ્રેસના જનરલ ડબ્બાના ટોયલેટમાં થયો હોવાની માહિતી મળી છે. સૂત્રો મુજબ રેલવે મંત્રાલયે જણાવ્યું કે, બ્લાસ્ટ લગભગ સાંજે 7 વાગીને 10 મિનિટ પર બ્રજરાજપુર સ્ટેશન(કાનપુર) નજીક થયો છે. આ લો-ઇન્ટેંસિટીનો બ્લાસ્ટ હતો. જ્યારે પહેલી નજરમાં આ વિસ્ફોટક પદાર્થથી બ્લાસ્ટ થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે આ બ્લાસ્ટમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી હાલ મળી નથી.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="85157,85158,85159,85160"]

જોકે કાનપુરથી જવા વાળી આ ટ્રેનમાં ધમાકાની ખબરે સંપૂર્ણ ઉત્તરપ્રદેશના લોકોને હલાવી દીધા છે. લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. રેલવે અને યુપી પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે. જોકે અત્યાર સુધી આ બ્લાસ્ટ ક્યા કારણે થયો છે તે વિશે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. પ્રાપ્ત મહિતી મુજબ એટીએસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.

Next Story