Connect Gujarat
ગુજરાત

કામદાર દિવસના ભાગરૂપે દહેજ ખાતે યોજાઇ વિશાળ કામદાર રેલી

કામદાર દિવસના ભાગરૂપે દહેજ ખાતે યોજાઇ વિશાળ કામદાર રેલી
X

૧લી મેં એટલે કે વિશ્વ કામદાર દિવસ. કામદાર દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ દહેજની રહીયાદ ચોકડી ખાતે વિશાળ કામદાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર રેલી દરમિયાન ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્ર તેમજ ઔધ્યોગિક વસાહતના કામદારોએ ભાગ લીધો હતો. કામદાર સમાજના સળગતા પ્રશ્નો જેવા કે મળવાપાત્ર પગાર, જી.પી.એફ.ના લાભો, આરોગ્ય માટે મળવા પાત્ર લાભો, ઈ.એસ.આઈ., ફરજ સમયે સલામતીના સાધનો, અકસ્માતમાં મળવા પાત્ર લાભો, ગ્રેજ્યુઇટી, હક્ક રજા જેવા વિવિધ મુદ્દાઓ સાથે ફેડરેશન ઓફ લેબરના સંયુક્ત ઉપક્રમે રેલીનું આયોજન કરાયું હતું.

Next Story