Connect Gujarat
ગુજરાત

કાલે પડછાયો છોડશે અમદાવાદીઓનો સાથ : કાલે બનશે અદભૂત ઘટના

કાલે પડછાયો છોડશે અમદાવાદીઓનો સાથ : કાલે બનશે અદભૂત ઘટના
X

કાલે અમદાવાદીઓ એક અદભૂત ખોગળીય ખટનાનાં સાક્ષી બનશે.

અમદાવાદ સહિતનાં કેટલાક સ્થળોએથી કાલે પડછાયો ગાયબ થઇ જશે. બપોરનાં ૧૨ વાગ્યે સૂર્ય માથાની એકદમ ઉપર હોય છે. જો કે પૃથ્વી સૂર્યની ફરતે ભ્રમણ કરતી હોવાના કારણે કર્કવૃત અને મકરવૃત ઉપર વર્ષમાં બે વખત જૂનમાં અને ડિસેમ્બરમાં એવી સ્થિતી સર્જાતી હોય છે કે જ્યારે પડછાયો ૬૦ સેકન્ડ માટે ગાયબ થતો હોય છે. આ કારણે પડછાયો આપણો ક્યારેય સાથ ના છોડવાની વાતમાં અપવાદ સર્જાય છે.

આ ખગોળીય ઘટનાને ભારતમાં ઝીરો શેડો કહેવામાં આવે છે. ગુજરાતનાં કેટલાક શહેરોમાં આ ઘટના જુન અને જુલાઇમાં બનતી હોય છે જ્યારે દક્ષિણ ગુજરાતનાં કેટલાક સ્થળોએ આ ઘટના મે મહિનામાં આકાર લેતી હોય છે. ધરતી પોતાની ધરી પર ૨૩.૫ ડિગ્રી નમેલી છે જેથી જુદા જુદા સમયે સૂર્ય ઉત્તરીય અને દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળે છે.

આપણા આકાશ પર સૂર્ય સીધી રેખા પર નથી આવતો જેથી આવી ઘટનાઓ ક્યારેક જ જોવા મળે છે. પૃથ્વીની ધરીનો ઝુકાવ ૨૫૦BCE તરફ હોય ત્યારે આવી ખગોળીય ઘટનાનું નિરીક્ષણ કરી પ્રાચિન ઇજિપ્તવાસીઓ પૃથ્વીનાં વ્યાસની ગણતરી કરતા.

આ અનેરી ઘટનાને જોવા માટે ચોખ્ખો ગ્લાસ કે અન્ય વસ્તુ લઇને ધાબા પર કે મેદાનમાં જવું અને તેને જમીન પર મુકી નિરીક્ષણ કરવું. સૂર્ય એકદમ ઉપર હોય ત્યારે 3Dમાંથી 2Dમાં પરાવર્તિત થાય છે. કેટલાક સમય માટે પડછાયો સાંકડો થશે અને ત્યારબાદ ૬૦ સેકન્ડ સુધી પડછાયો ગાયબ થયા બાદ જે સ્થિતિમાં હતો તે સ્થિતિમાં પરત આવશે.

Next Story