Connect Gujarat
દેશ

કાળિયાર શિકાર મામલોઃ સલમાનને જામીન માટે વધુ એક રાત જેલમાં વિતાવવી પડશે

કાળિયાર શિકાર મામલોઃ સલમાનને જામીન માટે વધુ એક રાત જેલમાં વિતાવવી પડશે
X

જોધપુર કોર્ટે ગુરુવારે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. 20 વર્ષ જુના કાળિયાર શિકાર મામલે જોધપુર કોર્ટે બોલિવુડ સુપર સ્ટાર સલમાન ખાનને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. બીજી તરફ આ કેસ અંતર્ગત સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રેને નિર્દોષ જાહેર કરવામા આવ્યા હતા. સજા સંભલાવાયા બાદ સલમાન ખાને જેલમાં જ રાત વિતાવી હતી.

આજે શુક્રવારે તેની જામિન અરજી પર સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમા સરકારે બંને પક્ષકારોને સાંભળળ્યા હતા. ફરીથી આવતીકાલે પણ જામિન અંગે સુનવણી હાથ ધરવામાં આવશે. હવે આવતીકાલે જામિન અંગે નિર્ણય આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે કે, સલમાન ખાને વધુ દિવસો માટે જેલમાં રહેવુ પડશે કે કેમ?

સલમાનના વકિલે કોર્ટમાં દલીલ કરતાં જણાવ્યું હતું કે, આ કેસમાં સજા આપવામાં 20 વર્ષ લાગ્યા જે પણ કોઇ સજાથી ઓછા નથી. સલમાનના વકીલે જજને ભલામણ કરી હતી કે, તેમના કલાયન્ટને પુરાવાના અભાવનો લાભ આપવામાં આવે. સલમામ ખાનના વકીલે 51 પાનાની જામીન અરજી કોર્ટ સમક્ષ રજૂ કરી છે.

સલમાન વકીલ કોર્ટમાં ચર્ચા કરતા પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં આશા વ્યક્ત કરી હતી કે, સલમાનને જામીન મળી શકે છે. સાથો સાથ તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ગઇકાલે મને ધમકી ભર્યા એસએમએસ અને ઇન્ટરનેટ કૉલ્સ આવ્યા છે. સલમાનની જામીન અરજીની સુનવણી વખતે કોર્ટમાં હાજર ના રહો તેવું જણાવી ધમકી આપવામાં આવી રહી છે.

આજે સવારે 8 વાગ્યે સલમાન ખાનના બોડીગાર્ડ શેરા અને તેના વકીલ આનંદ દેસાઇ જોધપુર સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા. વકીલ આનંદ દેસાઇની પાસે કેટલીક ફાઇલો હતી. જેમાં તેમણે સલમાનની સાઇન લીધી હતી. તેમજ સવારે 7.30 વાગ્યે સલમાન ખાને જેલ કેન્ટીનમાંથી પોતાના માટે બ્રેડ અને દૂધ ઓર્ડર કર્યું હતુ. સલમાન ખાન સવારે 6.30 વાગ્યે જાગ્યો હતો.

સલમાનની પહેલી રાત બેચેનીમાં પસાર થઇ હોવાની વાત સામે આવી છે. તો સલમાન જે કપડામા જેલમા ગયો હતો. તે જ કપડામાં આખી રાત વિતાવીને કોર્ટની સુનવણીમાં હાજર રહ્યો હતો. ગત રાત્રે સલમાન ખાને જેલમાં જમવાનુ લેવાની ના પાડી દીધી હતી. તેમજ જેલમાં સલમાન ખાનનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું ત્યારે તેનું બ્લડ પ્રેશર વધેલું જોવા મળ્યું હતુ.

Next Story