Connect Gujarat
દેશ

કાશ્મીરમાં હિંસાની વિરોધમાં 19 જુલાઇએ પાક. મનાવશે બ્લેક ડે

કાશ્મીરમાં હિંસાની વિરોધમાં 19 જુલાઇએ પાક. મનાવશે બ્લેક ડે
X

યુએનમાં કાશ્મીર મુદ્દે ભારતે આપેલી લપડાક બાદ પણ પાકિસ્તાને એકવાર ફરી કાશ્મીરનો રાગ આલોપવાનું ચાલુ રાખ્યું હતું.પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે બુરહાન વાનીને શહીદ ગણાવતા કાશ્મીરની હિંસાના વિરોધમાં 19મી તારીખે પાકિસ્તાનમાં બ્લેક ડે જાહેર કર્યો છે.

નવાઝ શરીફે તારીખ 15મી ના રોજ લાહોરમાં ખાસ કેબિનેટને સંબોધન કરતા કાશ્મીરની પરિસ્થિતી અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે કાશ્મીરની મુવમેન્ટ એ આઝાદીની ચળવળ છે અને પાકિસ્તાન નૈતિક તેમજ રાજનૈતિક રીતે હંમેશા કાશ્મીરીઓને સપોર્ટ કરશે.

જ્યારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.

Khawaja M. Asif‏ @KhawajaMAsif

Massacre & genocide in Indian Occupied Kashmir is extention & re enactment of ethnic cleansing started by Modi in Gujarat.

ખ્વાજા આસિફે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કાશ્મીરમાં કરવામાં આવેલો નરસંહાર એ ગુજરાતમાં એક સમુદાયના ખાત્મા માટે મોદીએ જે કર્યું હતું તેનો જ બીજો તબક્કો છે.

Next Story