Connect Gujarat
Featured

કીમ : આશિયાના નગરમાં ટેન્કર ચાલકે સ્ટેરીગ પરથી કાબુ ગુમાવતા નગરના વાહનોને અડફેટે

કીમ : આશિયાના નગરમાં ટેન્કર ચાલકે સ્ટેરીગ પરથી કાબુ ગુમાવતા નગરના વાહનોને અડફેટે
X

ઓલપાડના કીમ ખાતે આશિયાના નગરમાં કોઈ અજાણ્યા ટેન્કર પૂર ઝડપે ઘૂસી ગયું હતું. અને નગરમાં પાર્ક કરેલા બાઇક,રીક્ષા,પીકઅપ બોલેરો તેમજ ઇકો ગાડી સહિતના વાહનોને અડફેટે લઈ વાહનોને નુકશાન પહોંચાડયુ હતુ. તો બીજી બાજુ આ ઘટના સર્જાતા લોકો જીવ બચાવવા સ્થળ પરથી સમયસર ભાગી જતા નગરના લોકોનો આબાદ બચાવ થયો હતો. નગરના લોકોએ ટેન્કરનો પીછો કરી ટેન્કર ચાલકને ઝડપી લીધો હતો અને કીમ પોલીસ સોંપ્યો હતો.

Next Story