Connect Gujarat
દુનિયા

કેનેડાનાં પીએમ જસ્ટિન ટુડોએ પરિવાર સાથે તાજમહેલની મુલાકત લીધી

કેનેડાનાં પીએમ જસ્ટિન ટુડોએ પરિવાર સાથે તાજમહેલની મુલાકત લીધી
X

ભારત પ્રવાસ પર આવેલા કેનેડાનાં વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ રવિવારે આગ્રાનાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલની મુલાકાત લીધી હતી. જસ્ટિન ટ્રૂડો અહીં પોતાનાં પરિવાર સાથે પહોંચ્યા હતા. કેનેડાનાં PMએ પત્ની અને બાળકો સાથે તસવીરો પડાવી હતી.

કેનેડાનાં પ્રધાનમંત્રી પોતાના ભારત પ્રવાસ દરમિયાન અમદાવાદ, મુંબઈ અને અમ-તસરની પણ મુલાકાત લેશે. અધિકારીઓએ જણાવ્યું કે તેમનો ગુજરાત પ્રવાસ કેનેડાનાં કોઈ પ્રધાનમંત્રીનો પ્રથમ ગુજરાત પ્રવાસ હશે.

જસ્ટિનની સાથે તેમના પત્ની સોફી ગ્રેગોઈર અને 3 બાળકો ઝેવિયર, ઈલા-ગ્રેસ અને હૈડ્રી પણ હતા.

વિઝિટર્સ બુકમાં તેમણે લખ્યું, વિશ્વના સૌથી સુંદર સ્થળો માંથી એકના શાનદાર પ્રવાસ માટે આભાર.

Next Story