Connect Gujarat
ગુજરાત

કેનેડિયન ડેલીગેશને ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી

કેનેડિયન ડેલીગેશને ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી
X

દહેજ પેટ્રોકેમીકલ્સભ સ્પેુશીયલ ઇનવેસ્ટ મેન્ટળ રીઝીયનની (PSIR)ની મુલાકાત લીધી

કેનેડા સરકારના ઈનોવેશન, સાયન્સ અને ઈકોનોમિક ડેવલપમેન્ટ વિભાગના આસીસ્ટન્ટ ડેપ્યુટી મીનીસ્ટર એંડ્ર્યુ નોઝેવર્થી અને કેનેડિયન ડેલીગેશન કેનેડાની કંપનીઓ અને જળ ક્ષેત્રે કાર્યરત કેનેડિયન કંપનીઓ સાથે ગુજરાતની મુલાકાતે છે. આ મુલાકાતના ભાગરૂપે કેનેડીયન પ્રતિનિધિ મંડળે ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી હતી.

કેનેડાના આસીસ્ટન્ટ ડેપ્યુટી મીનીસ્ટર એંડ્ર્યુ નોઝેવર્થી આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળે દહેજ પેટ્રોકેમીકલ્સ સ્પેથશીયલ ઇનવેસ્ટામેન્ટ્ રીઝીયનના રિલાયન્સય, ગ્રાસીમ અને રેજેન્ટા ઇન્ડીસ્ટ્રી્ઝની મુલાકાત લઇ બેઠક યોજી હતી. કેનેડીયન પ્રતિનિધિ મંડળ સાથે કલેકટર કચેરી ખાતે કલેકટર ર્ડા.એમ.ડી.મોડિયાની ઉપસ્થિાતિમાં બેઠક યોજાઇ હતી. કલેકટર કચેરી ખાતે કલેકટરે કેનેડીયન પ્રતિનિધિ મંડળનું ઊષ્માસભર સ્વાગત કર્યુ હતું.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કેનેડિયન ડેલીગેશનને ભરૂચ વિસ્તારમાં ખાસ કરીને દહેજ પી.સી. પી.આઈ. આર. વિસ્તારમાં આવેલી ઈન્ડસ્ટ્રીઝ માટેની માળખાકીય સવલતોનો અભ્યાસ, આ વિસ્તારમાં કેવા પ્રકારના ઉદ્યોગો છે અને નવા કેવા પ્રકારના ઉદ્યોગો આવવાની તકો સાથે વોટર ટ્રીટમેન્ટ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની શું સગવડો છે, નવા કેટલા પ્રોજેક્ટો આવી રહ્યા છે તે અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. કેનેડીયન ડેલીગેશન સાથે વોટર ટ્રીટમેન્ટ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ક્ષેત્રમાં કામ કરતી કેનેડીયન કંપનીઓ આ વિસ્તારમાં આવે તેમજ ટેકનોલોજી ટ્રાન્સફર અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કેનેડિયન મંત્રી એંડ્ર્યુ નોઝેવર્થી અને કેનેડિયન ડેલીગેશનના સભ્યો ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રેઝન્ટેશન સંદર્ભે પ્રભાવિત થયા હતા અને પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

આ બેઠકમાં જી.આઈ.ડી.સી.ના ચીફ એન્જીનિયર વર્લી, જી.પી.સી.પી.ના પ્રાદેશિક અધિકારી આર.આર.વ્યાસ, મુખ્ય અધિકારી સોની, પાણી પુરવઠાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story