Connect Gujarat
ટેકનોલોજી

કેન્દ્ર સરકારની મેક ઈન ઇન્ડિયા અંતર્ગત સુપર કોમ્પ્યુટર બનાવવાની યોજના

કેન્દ્ર સરકારની  મેક ઈન ઇન્ડિયા અંતર્ગત સુપર કોમ્પ્યુટર બનાવવાની યોજના
X

કેન્દ્ર સરકારે મેક ઈન ઇન્ડિયા અભિયાન અંતર્ગત સુપર કોમ્પ્યુટર બનાવવાની યોજના તૈયારી કરી છે. આ યોજના કુલ ત્રણ તબક્કામાં પુરી કરાશે. નેશનલ સુપર કોમ્પ્યુટરર્સ મિશનના શરૂઆતના બે તબક્કામાં વધુ સ્પિડ ધરાવતી ઇન્ટરનેટ સ્વિચ અને કોમ્પ્યુટર નોડ્સ જેવા સાધનોનું ડિઝાઇનિંગ ઘરઆંગણે કરવામાં આવશે. એટલે કે વિદેશો પાસેથી કોઈ ટેક્નોલોજી ઉધાર લેવીમાં નહીં આવે.

આર્થિક બાબતોનું કામકાજ અભિયાન સંભાળતી મંત્રીમંડળની સમિતિએ વર્ષ 2016માં જ રૂ 4500 કરોડની આ યોજનાને મંજૂરી આપી દીધી હતી. આ યોજનાનો અમલ કરવાનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. જેના પર પુણેથી સી ડેક દ્રારા કામ કરાઈ રહ્યું છે.આ યોજના હેઠળ 50 કોમ્પ્યુટર તૈયાર કરવામાં આવશે. હાલ ભારતમાં વિવિધ સંસ્થાઓમાં 25 સુપર કોમ્પ્યુટર છે.

Next Story