Connect Gujarat
દેશ

કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવમાં કર્યો 10 ટકાનો વધારો 

કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવમાં કર્યો 10 ટકાનો વધારો 
X

સીએનજી, વીજળી અને ખાતર થશે મોંઘાં

કેન્દ્ર સરકારે શુક્રવારે ઘરેલુ કુદરતી ગેસના ભાવમાં ૧૦ ટકાનો વધારો દીધો છે, જેને પગલે સીએનજી, વીજળી અને ખાતર મોંઘાં થશે. પેટ્રોલિયમ મંત્રાલયના પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના જણાવ્યા અનુસાર ૧ ઓક્ટોબરથી કુદરતી ગેસના ઘરેલુ ઉત્પાદકોને ચૂકવાતી કિંમત પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટના ૩.૦૬ અમેરિકી ડોલરથી વધારીને ૩.૩૬ ડોલર કરાઈ છે.

અમેરિકા, રશિયા અને કેનેડા જેવા ગેસનું વધુ ઉત્પાદન ધરાવતા દેશોની સરેરાશ કિંમતોના આધારે દર ૬ મહિને ભારતમાં કુદરતી ગેસના ભાવ નક્કી કરાય છે. ભારત ઘરેલુ ભાવ કરતાં બમણી કિંમતે તેની વપરાશનો ૫૦ ટકા કુદરતી ગેસ આયાત કરે છે. પહેલી ઓક્ટોબરથી ભારતમાં ઘરેલુ કુદરતી ગેસના ભાવની કિંમત ૬ મહિના માટે ૩.૩૬ ડોલર પ્રતિ એમબીટીયુ રહેશે.

કુદરતી ગેસની કિંમતમાં કરાયેલા વધારાને કારણે ઓએનજીસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા કુદરતી ગેસના ઘરેલુ ઉત્પાદકોની આવકમાં વધારો થશે પરંતુ સીએનજી અને પીએનજીની કિંમત વધશે. સીએનજીનાં ઉત્પાદનમાં કુદરતી ગેસ વપરાય છે, તે ઉપરાંત વીજળી અને યુરિયાની પ્રોડક્શનકોસ્ટમાં વધારો થતાં વીજળી અને ખાતર મોંઘાં થશે.

Next Story