Connect Gujarat
દેશ

કેબિનેટ દ્વારા કેશલેશ વ્યવહારોને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા-વિચારણા

કેબિનેટ દ્વારા કેશલેશ વ્યવહારોને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા-વિચારણા
X

કેન્દ્રીય કેબિનેટ દ્વારા વિવિધ મંત્રાલયોમાં ઈ-વોલેટ, એકીકૃત પેમેન્ટ પદ્ધતિ, તેમજ કેશલેશ ટ્રાન્ઝેકશન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ કેબિનેટ બેઠકમાં નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા નોટબંધી પછી બેંકોમાં આવેલ થાપણો પર કર વસુલ કરવા અંગેના આવકવેરાના કાયદામાં સુધારા કર્યા હોવાનું જાણવા મળ્યું હતું .

નાણામંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર 23 નવેમ્બરના રોજ જન ધન બેંકના ખાતામાં રૂ 21000 કરોડની મોટી રકમ જમા કરાવવામાં આવી હતી.

આ સાથે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ ખાનગી તેમજ જાહેર બેન્કોના ટોચના અધિકારીઓ સાથે કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે ભૌતિક ચલણ પરનું ભારણ ઘટાડીને ડીઝીટલ ચલણ પર વધુ ધ્યાન કરવાનું અને તેનો વ્યાપ વધારવાનું જણાવ્યું હતું. જેથી કરીને ડીઝીટલ વ્યવહારો વધે અને કાળાનાણાં તેમજ ભ્રષ્ટાચાર પર અંકુશ લાવી શકાય.

સરકારના નોટબંધી તેમજ તેના લીધે લોકોને પડી રહેલ મુશ્કેલીના વિરોધમાં વિરોધ પક્ષો દ્વારા 28 નવેમ્બર પર સમગ્ર દેશમાં બંધનું એલાન જાહેર કરવાંમાં આવ્યું છે.

Next Story