Connect Gujarat
દેશ

કેરળમાં કઈ આફતને લઈ ને કેન્દ્રએ કરી સહાય

કેરળમાં કઈ આફતને લઈ ને કેન્દ્રએ કરી સહાય
X

કેન્દ્ર તરફથી તાત્કાલિક 100 કરોડ રૂપિયાની મદદની જાહેરાત

દક્ષિણ રાજ્ય કેરળમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. કેરળમાં રવિવારે ફરી એક વખત મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જેને કારણે ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં રાહત અભિયાન પ્રભાવિત થયુ છે. આ દરમ્યાન કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે કેરળના પૂરગ્રસ્ત બે જિલ્લાઓનું હવાઈ સર્વેક્ષણ કર્યુ હતું. રાજનાથ સિંહે માન્યું કે કેરળમાં સ્થિતિ અતિ દયનીય છે. તેમણે કેન્દ્ર તરફથી તાત્કાલિક 100 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.

તેમણે અભૂતપૂર્વ પૂરને કારણે ઉભા થયેલા ચેલેન્જને સુધારવા માટે કેન્દ્ર તરફથી રાજ્યને સંભવત: તમામ પ્રકારની મદદ ઉપલબ્ધ કરવાનુ આશ્વાસન આપ્યુ છે. રાજનાથ સિંહે કહ્યું કે એસડીઆરએફને કેન્દ્ર તરફથી મળતી સહાયમાં 80.25 કરોડ રૂપિયાની પ્રથમ સહાય ગયા મહિને જ જાહેર કરી હતી. પ્રધાને ઈડુક્કી અને એર્નાકુલમ જિલ્લામાં હવાઈ સર્વેક્ષણ બાદ એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરી હતી.

તો કેરળમાં થોડી રાહત બાદ કેટલાંક વિસ્તારમાં રવિવારે સવારે ફરીથી વરસાદ શરૂ થયો હતો. જેનાથી રાહત કાર્ય પ્રભાવિત થયુ છે. જોકે, અધિકારીઓએ જણાવ્યું કે ઈડુક્કી અને ઈદમલયાર જળાશયોમાં જળસ્તર ઓછુ થવાથી થોડી રાહત મળી છે.

ચોમાસા દરમ્યાન 8 ઓગષ્ટથી મુશળધાર વરસાદને કારણે વરસાદ સંબંધિત ઘટનાઓમાં 37 લોકોના મોત થયા છે. અલગ-અલગ વિસ્તારોમાં બનાવવામાં આવેલા રાહત શિબિરોમાં 60,000થી વધુ લોકો રહી રહ્યાં છે. જેમાં વાયનાડ પણ સામેલ છે, જ્યાં 14,000થી વધુ લોકો શરણ લઈ રહ્યાં છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે સેનાની 10 કૉલમ, મદ્રાસ રેજિમેન્ટના એક એકમ સાથે નૌસેના, વાયુસેના અને એનડીઆરના જવાનોને પૂરથી અત્યંત ખરાબ રીતે પ્રભાવિત થનારા જિલ્લા કોઝિકોડ, ઈડુક્કી, મલપ્પુરમ, કન્નૂર અને વાયનાડ વગેરમાં રાહત અને બચાવ કાર્યમાં લગાવી દેવાયા છે.

Next Story