Connect Gujarat
ગુજરાત

કેરળ માટે ગુજરાતની વિવિધ ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસેથી નિ:શુલ્ક દવાઓ એકત્ર કરવામાં આવી...!

કેરળ માટે ગુજરાતની વિવિધ ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસેથી નિ:શુલ્ક દવાઓ એકત્ર કરવામાં આવી...!
X

ગુજરાતથી હેલિકોપ્ટરમાં ૯૮૦ બોક્સ ભરી દવાઓ મોકલાઈ

કેરળમાં તારાજી છે ત્યારે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ત્યાંના લોકો માટે આવશ્યક દવાઓનો જથ્થો બુધવારે હેલિકોપ્ટર મારફત મોકલ્યો છે. રૂ. ૬૦ લાખની દવાઓ ગુજરાતની વિવિધ ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસેથી નિ:શુલ્ક એકત્ર કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દવાના આશરે ૯૮૦ બોક્સ લઈ કેરળ પહોચ્યાં હતાં.

નેશનલ હેલ્થ મિશન ડાયરેક્ટર ડૉ. ગોરવ દહિયાએ કહ્યું કે, કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને આવશ્યક દવાઓની યાદી મોકલી હતી. રાજ્યના હેલ્થ વિભાગે આ દવાઓની યાદી ગુજરાતની વિવિધ ફાર્માસ્યુટિકલ કંપનીઓને મોકલી હતી. કેન્દ્ર સરકારે જેટલી દવાઓની માગ કરી હતી તે કરતા પણ ઘણી વધારે દવાઓ ગુજરાતની આ ફાર્મા કંપનીઓએ એકત્ર કરી આપી છે. ૨૨મી ઓગસ્ટ, બુધવારે આરોગ્ય વિભાગના ૧૦ કર્મચારીઓ એરફોર્સના હેલિકોપ્ટરમાં દવાનો આ જથ્થો લઈ અમદાવાદથી ત્રિવેન્દ્રમ રવાના થયા હતાં.

ગુજરાતના આ હેલ્થ વિભાગના કર્મચારીઓએ માથે ઉંચકી દવાઓના બોક્સને લોડ-અનલોડ કર્યા હતાં. હેલ્થ કર્મચારીઓ સમક્ષ કેરળના પૂર પીડિતો માટે રાહત ફંડ એકત્ર કરવા પ્રસ્તાવ મૂકાયો હતો, જેમાં આ કર્મચારીઓએ આશરે રૂ. ૪.૮ લાખ એકત્ર કર્યા હતાં. આ તમામ રાહત ફંડ કેરલ ચિફ મિનિસ્ટર ડિસ્ટન્ટ રિલિફ ફંડમાં વિવિધ માધ્યોથી મોકલવામાં આવ્યા હતાં. સમગ્ર દેશમાંથી પુર પિડિતો માટે કેરળ પુર પિડિતો માટે દાન આવી રહ્યું હતું તેમાં ગુજરાતના સરકારી કર્મચારીઓએ સહયોગ આપી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

Next Story