Connect Gujarat
ગુજરાત

કેવડીયાનો વિકાસ ટોટલ ટુરિઝમ સેન્ટર તરીકે કરવામાં આવી રહ્યો છે : મુખ્યમંત્રી

કેવડીયાનો વિકાસ ટોટલ ટુરિઝમ સેન્ટર તરીકે કરવામાં આવી રહ્યો છે : મુખ્યમંત્રી
X

નર્મદા બંધનું બાંધકામ પૂરું થઈ ગયું છે એટલે 138 મીટર સુધી પાણી ભરવા માટે nca ની કોઈ મંજૂરીની જરૂર નથી પરંતુ તકેદારી સાથે પાણી ભરવામાં આવશે.

કેવડિયા પહોંચેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે કેવડીયામાં વિશ્વની સહુ થી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. અપરંપાર પ્રાકૃતિક સુંદરતા છે,કલા અને સંસ્કૃતિનો વારસો છે.આ તમામનો સમન્વય કરીને કેવડીયાનો ટોટલ ટુરિઝમ સેન્ટર તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રવાસીઓ આવે, બે ત્રણ દિવસ રોકાય,વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ માણે, અને સ્થાનિક લોકોને રોજગારી મળે,આ તમામ પાસાઓનો સમન્વય કરીને વિકાસનું જે આયોજન કરવામાં આવ્યું છે,એના અમલીકરણ ના તમામ પાસાઓની સમીક્ષા કરવાની સાથે કામની પ્રગતિનું નિરીક્ષણ કરવું છે.

તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં પ્રધાનમંત્રી કેવડિયા પધારવાના છે.આગામી દિવસો આ સ્થળ માટે ખૂબ મહત્વના બનવાના છે અહીં રાજદૂતોની, ias/ips અધિકારીઓ ની બેઠક મળવાની છે.આ તમામ ઘટના ક્રમોને ધ્યાનમાં રાખીને પ્લાનીંગના અમલીકરણ ની સમીક્ષા કરાશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે નર્મદા બંધનું કામ પૂરું થઈ ગયું છે એટલે 138 મીટર ની ઊંચાઈ સુધી પાણી ભરવામાં nca ની સંમતિ ની જરૂર નથી. ટેકનીકલ અભિપ્રાય સાથે તકેદારી રાખીને 138 મીટર ની ઊંચાઈ સુધી પાણી ભરવાની નેમ છે.તેમણે જણાવ્યું કે નર્મદા બંધમાં 132 મીટર ઊંચાઈ સુધી પાણી ભરાયું છે. સમગ્ર રાજ્યમાં પ્રભુના પ્રસાદ જેવો ઘણો સારો વરસાદ થયો છે. કુદરતની આ મહેર ગુજરાત માટે ખૂબ લાભદાયક બનશે.

કેવડિયા ખાતે સરદાર સરોવર નર્મદા નિગમના એમડી રાજીવકુમાર ગુપ્તા અને જિલ્લા જિલ્લા કલેકટર આઈ. કે.પટેલે મુખ્યમંત્રીને આવકાર્યા હતા. સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ કે.કૈલાશનાથન તેમની સાથે આવ્યા હતા. નિગમના જોઈન્ટ એમડી સંદીપ કુમાર, ડીડીઓ ડો.જીંસી વિલિયમ અને ડીએસપી હિમકર સિંહ ઉપસ્થિતિ રહ્યા હતા.

Next Story