Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસનાં નેતા દિગ્વિજય સિંહ પત્ની સાથે " મા નર્મદા "ની પરિક્રમાએ નીકળ્યા

કોંગ્રેસનાં નેતા દિગ્વિજય સિંહ પત્ની સાથે  મા નર્મદા ની  પરિક્રમાએ નીકળ્યા
X

નર્મદા દુનિયાની એકમાત્ર નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. અને તેની પાછળ અનોખો મહિમા છે પણ જોડાયેલો રહ્યો છે, કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ અને તેમના પત્ની અનિતાસિંહ પણ ગત માર્ચ મહિનાથી 1300 કિલોમીટરની નર્મદા પરિક્રમાએ નીકળ્યા છે.

શૂલપાણેશ્વરની ઝાડી માંથી તેઓએ નર્મદા જિલ્લામાં પ્રવેશ કર્યો છે. તેઓની સાથે અન્ય 100 જેટલા અન્ય વ્યક્તિઓ પણ જોડાયેલા છે. તેઓએ આ યાત્રા પાછળનો ઉદ્દેશ્ય જણાવ્યો હતો કે, 20 વર્ષ પહેલા દ્રારકા પીઠનાં શંકરાચાર્ય અને તેમના ગુરુ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી દ્રારા નર્મદા કિનારે જ પ્રેરણા મળી હતી અને તે સંકલ્પ હવે પૂર્ણ થયો છે. તેઓએ રાજનીતિ બાબતે ચર્ચા કરવાની ટાળી હતી.

ગુજરાતની પ્રજા સમજુ છે અને સારી સરકાર ચૂંટી કાઢશે. શાસ્ત્રોમાં લખ્યું છે અને જાણકારોના માટે નર્મદા પરિક્રમા વેળાએ કેટલાક નિષેધ કરાયા છે. જેમ કે કોઈની નિંદા કુથલી કે રાજનીતિજ્ઞ વાતો ન કરવી.અને જ્યારે નર્મદા પરિક્રમા કરો ત્યારે શૂલપાણેશ્વરની ઝાડી માંથી પસાર થવુ કઠિન હોય છે અને લૂંટારા લૂંટી લેતા હોવાની માન્યતા પણ છે, આ અંગે દિગ્વિજયસિંહએ જણાવ્યું કે,હવે ડેમ બંધાયા બાદ બેરોજગારી દૂર થઈ છે અને લોકો શિક્ષિત થતા અને સરકારી નોકરીઓમાં લાગી જતા હવે આવું નથી થતું પરંતુ લોકોએ સ્વાગત કર્યું છે.તેમના પત્ની અનિતાસિંહે જણાવ્યું કે,નર્મદાજીની પરિક્રમા એ દિવ્ય અનુભૂતિ સમાન છે.જેના માટે પરિક્રમા જ કરવી રહી.અત્યાર સુધી 950 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરી છે.

Next Story