Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસના બે ધારાસભ્યો ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ, જ્યારે એક ધારાસભ્યને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા

કોંગ્રેસના બે ધારાસભ્યો ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ, જ્યારે એક ધારાસભ્યને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા
X

લોકશાહીના મંદિરમા ન ઘટવાની ઘટના આજ રોજ બનવા પામી હતી. જી, હા ગુજરાત વિધાનસભા ગૃહમા પ્રશ્નોતરી કાળ દરમ્યાન ધારાસભ્યો વચ્ચે મારા મારીના દર્શયો સર્જાયા હતા. ગુજરાત વિધાનસભાના ઈતિહાસમા આજ રોજ ઘટેલી ઘટના લોકશાહીને લાંછન રૂપ સાબિત થઈ છે. ઘટના બાદ પક્ષ વિપક્ષ બંનેના ધારાસભ્યો દ્વારા એક બિજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરતા નજરે પડયા હતા. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાને ધમાલ કરનાર ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.

જે બાદ વિધાનસભાના અધ્યક્ષ રાજન્દ્ર ત્રિવેદીએ આકરા પગલાની જાહેરાત કરતા ગૃહમા મારામારી કરનાર વિપક્ષના ત્રણ સભ્યોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય સંભળાવ્યો હતો. આમ, રાજેન્દ્ર ત્રિવેદી એ પોતાનો નિર્ણય સંભળાવતા કોંગ્રેસના ધારાસભ્ય અંબરિશ ડેર અને પ્રતાપ દૂધાતને 3 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા જ્યારે કોંગ્રેસના જ ધારાસભ્ય બળદેવજી ઠાકોરને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. ગૃહમા પોતાનો નિર્ણય સંભળાવતા રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે મે પહેલા જ દિવસે કહ્યું હતું કે, તમામ સભ્યો શબ્દની તાકાતથી લડજો લોકશાહીની ગરીમા ના લજવાય તેવું તમામ સભ્યોએ.

Next Story