Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસના રાષ્ટ્રીય અદયક્ષ રાહુલ ગાંધીએ ભૂજમાં જાહેરસભા સંબોધિ

કોંગ્રેસના રાષ્ટ્રીય અદયક્ષ રાહુલ ગાંધીએ ભૂજમાં જાહેરસભા સંબોધિ
X

કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીને મત આપી વિજયી બનાવવા હાકલ કરી હતી

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરવા આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને સ્ટારપ્રચારક રાહુલ ગાંધીએ આજે ભુજમાં મોદી સરકારની વિવિધ મુદ્દે ટીકા-આરોપ કરી કોંગ્રેસની ન્યાય યોજનાને ગરીબી પરની સર્જિકલ સ્ટ્રાઈક ગણાવી હતી. પ્રચારસભામાં રાહુલ ગાંધીએ આરોપ કર્યો કે, ‘નરેન્દ્ર મોદીજી દેશમાં બે હિન્દુસ્તાન બનાવવા ઈચ્છે છે. જેમાં એક અનિલ અંબાણી, મેહુલ ચોકસી, નીરવ મોદી જેવા અબજોપતિનું એવું હિન્દુસ્તાન છે. જેમાં તેઓ જે માંગે,નર્મદાનું પાણી, વીજળી-જમીન વગેરે મળી જાય છે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="91788,91789,91790"]

તેમને ન્યાય મળે છે. મોદીનું બીજું હિન્દુસ્તાન ખેડૂતો, મજૂરો અને બેરોજગાર યુવાનોનું છે. જેમાં તેમને ફક્ત અન્યાય મળે છે. અમે બે હિંદુસ્તાન નથી ઈચ્છતાં. અમે એક હિંદુસ્તાન ઈચ્છીએ છીએ. એક ઝંડો છે અને એક હિંદુસ્તાન હશે. તેમાં સૌને ન્યાય મળશે.’ નિયત સમય કરતાં દોઢેક કલાક મોડા પડેલાં રાહુલ ગાંધીએ કચ્છી ભાષામાં ‘કિં આયો’થી હાલચાલ પૂછી 23 મિનિટ લાંબા વક્તવ્યનો પ્રારંભ કર્યો હતો.તો નોટબંધી-GST મુદ્દે પ્રહાર કર્યા હતા.'મોદી સરકારે પાંચ વર્ષમાં તેમના અબજોપતિ દોસ્તોને મદદ કરી. તો અમે વિચાર્યું કે જો મોદી અબજોપતિને પૈસા આપે છે તો કોંગ્રેસ ગરીબોને પૈસા આપીને દેખાડશે.

નોટબંધી-જીએસટી બાદ લોકોની ખરીદશક્તિ ઘટવાથી ફેક્ટરીઓમાં ઉત્પાદન બંધ થયું ને 45 વર્ષમાં સૌથી વધુ બેકારી વધી ગઈ. મોદી સરકારે બે કરોડને રોજગાર આપવાની વાત કરેલી પણ 24 કલાકમાં 27 હજાર યુવાનો રોજગાર ગુમાવે છે. ત્યારે, ન્યાય યોજના દ્વારા કોંગ્રેસ અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યા વગર દેશના વીસ ટકા અતિ ગરીબો એટલે કે પાંચ કરોડ લોકોના ખાતામાં વર્ષે 72 હજાર રૂપિયા સીધા જમા કરાવશે. આ નાણાં મહિલાઓના ખાતામાં જમા થશે. આ રીતે 3 લાખ 60 હજાર કરોડ રૂપિયા ગરીબોના ખાતામાં ઠલવાતાં તેમની ખરીદશક્તિ વધશે અને ફેક્ટરીઓ ધમધમતી થશે. રોજગાર વધશે. આ રીતે ન્યાય યોજના અર્થતંત્રમાં પેટ્રોલ સમાન બની રહેશે. જીત્યા પછી ન્યાય યોજનાનો તુરંત અમલ કરાશે.અદાણી-અંબાણી, મોદી-માલ્યા સતત રાહુલના નિશાને રહ્યા હતા.

આ સભામાં કોંગ્રેસના આગેવાન અહેમદ પટેલ , ગુજરાત પ્રભારી રાજીવ સાતવ , પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ,જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા , ધારાસભ્યો પ્રદ્યુમસિંહ , બ્રિજેસ મેરજા , બચુભાઈ આરેઠીયા , પ્રદેશ મંત્રીઓ અરજણ ભુડિયા , રફીક મારા , રવિન્દ્ર ત્રવાડી , પ્રવક્તા દિપક ડાંગર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

Next Story