Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે
X

ભાવનગરના મહુવામાં જાહેર સભા સંબોધશે

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ભાવનગરના મહુવામાં જાહેર સભા સંબોધવા આવી રહ્યા છે. મહુવા વિધાનસભા મતક્ષેત્ર અમરેલી લોકસભા હેઠળ આવે છે. આથી તેઓ પહેલા રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં જ બે લોકસભા મતક્ષેત્રોથી કોંગ્રેસનો પ્રચારનો આરંભ કરશે.

બીજા રાઉન્ડમાં તેઓ ૧૮ એપ્રિલે ગુજરાત આવી રહ્યા છે, તે દરમિયાન રાત્રીરોકાણ સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસની પ્રચાર રેલીઓને સંબોધશે રાહુલ ગાંધી ૧૮ એપ્રિલે વંથલી અને ભૂજ, ૧૯મીએ બારડોલીમાં સભા યોજશે.૧૫ એપ્રિલે ભાવનગરના મહુવાના આસરણા ચોકડી પાસે યોજનારી ચૂંટણી સભામાં ભાવનગર, અમરેલી અને જૂનાગઢ લોકસભામાં ઉમેદવારો, કાર્યકરોએ અને મતદારોને મોટી સંખ્યામાં લાવવા કવાયત શરૂ કરી છે.

Next Story