Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસ પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતનાં ઉમેદવારોનાં નામ જાહેર કરશે

કોંગ્રેસ પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતનાં ઉમેદવારોનાં નામ જાહેર કરશે
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત થઇ ચૂકી છે, ત્યારે કોંગ્રેસે દિલ્હીમાં ઉમેદવારી પસંદગીનો ધમધમાટ વધુ તેજ બનાવ્યો છે. કોંગ્રેસ હવે પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉમેદવારો જાહેર કરશે તેમ જાણવા મળ્યું છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રીનીંગ કમીટીની બેઠક મળી હતી, જેમાં અલ્પેશ ઠાકોરના પ્રવેશ બાદ નવા રાજકીય સમીકરણો બદલાતા હવે ઉમેદવાર પસંદગી કયા મુદ્દે કરવી તે અંગે ચર્ચા કરાઇ હતી.

કોંગ્રેસ દ્વારા ઘણી બેઠકોમાં ઉમેદવારોની પસંદગીમાં બદલાવ થવાની સંભાવના છે. વિધાનસભાની ચૂંટણીઓ જે રીતે તબક્કાવાર યોજાવવાની છે તે બાબતને ધ્યાનમાં રાખીને પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કરાશે, જયારે બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત સહિતની બેઠકોની યાદી જાહેર કરવામાં આવશે.

Next Story