Connect Gujarat
સમાચાર

કોકોનટ વેજીટેબલ સૂપ

કોકોનટ વેજીટેબલ સૂપ
X

સામગ્રી

2 વાડકી નાળિયેરનું દૂધ

0.5 ટી સ્પૂન કોર્નફ્લોર

4 થી 5 નંગ લીલી ચાની પત્તીઓ

1 ટી સ્પૂન લીબુનો રસ

2 ટી સ્પૂન સોયાસોસ

0.5 ટી સ્પૂન ખાંડ, મીઠું તથા મરી

2 ટેબલ સ્પૂન બાફેલા વટાણા

1 ટેબલ સ્પૂન ગાજરના નાના કટકા

2 ટેબલ સ્પૂન સમારેલું ફ્લાવર

1 નાનો કાંદો

0.5 ટી સ્પૂન બારીક સમારેલું લીલું મરચું

1 કળી લસણ

0.5 ટી સ્પૂન આદુની છીણ

1 ટેબલ સ્પૂન સમારેલી કોથમીર

1 ટી સ્પૂન તેલ

બનાવવાની રીત :-

  1. કાંદાને જીણાસમારી તેલમાં સાંતળવો
  2. તેમાં કોથમીર,મરચાં, લસણ, આદુ નાખી, સહેજ પાણી છાંટી, બ્લેન્ડરમાં પેસ્ટ તૈયાર કરવી.
  3. નાળિયેરના દૂધમાં કોર્નફ્લોર ભેળવી ગરમ મૂકવું , લીલી ચા ના મોટા કટકા તેમાં નાખવા, ધીરે તાપે હલાવતા રહેવું.
  4. બાફેલા શાક, મીઠું મરી, સોયાસોસ , ખાંડ તથા તૈયાર કરેલો પલ્પ ઉમેરવા.
  5. થોડીવાર ઉકાળી ઉતારી લઈ લીબુનો રસ નાખવો.
  6. સૂપ ઠંડો પડે એટલે ચા ની પત્તીકાઢીને સર્વ કરવો, ગરમીમાં ભાવે તેવો સૂપ, પૌષ્ટિક પણ ખરો.

Next Story