Connect Gujarat
Featured

“કોરોનાની દહેશત” : સુરતમાં કોરોનાનો વધુ 1 પોઝિટિવ કેસ નોંધાયો, પોઝિટિવ દર્દીનો આંકડો 7 સુધી પહોચ્યો

“કોરોનાની દહેશત” : સુરતમાં કોરોનાનો વધુ 1 પોઝિટિવ કેસ નોંધાયો, પોઝિટિવ દર્દીનો આંકડો 7 સુધી પહોચ્યો
X

સુરત શહેરમાં કોરોના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જેથી પોઝિટિવ દર્દીનો આંકડો 7 સુધી પહોંચ્યો છે, જ્યારે અગાઉ એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું છે.

મળતી માહિતી અનુસાર, કોરોના વાયરસના કારણે હાલ 6 જેટલા શંકાસ્પદ દર્દીનો ઉમેરો થયો છે. જેમાં મહાવીર હોસ્પિટલના 3 હેલ્થકેર સ્ટાફમાં પણ શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા છે, જેઓના રિપોર્ટ આવવાના બાકી છે. મોતને ભેટેલા 67 વર્ષીય વ્યક્તિની સારવાર માટે મહાવીર હોસ્પિટલનો હેલ્થકેર સ્ટાફ સેવામાં હતો. સમગ્ર મામલે કુલ 7 જેટલા પોઝિટિવ કેસની સંખ્યા થઈ છે, ત્યારે સમગ્ર મામલે કનેક્ટ ગુજરાતના સુરતના પ્રતિનિધિ પ્રશાંત ધીવરે પાસેથી સંપૂર્ણ માહિતી મેળવીશું...

Next Story