Connect Gujarat
સમાચાર

કોરોના વાયરસ : રાજ્યમાં આજે 1404 નવા કેસ નોધાયા,12 દર્દીના મોત

કોરોના વાયરસ :  રાજ્યમાં આજે 1404 નવા કેસ નોધાયા,12 દર્દીના મોત
X

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 1404 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. અને આજે વધુ 12 દર્દીઓના મોત થયા છે. જ્યારે 1336 દર્દીઑને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,34,623 પર પહોંચી છે. જ્યારે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3431 થયો છે.

રાજ્યમાં આજે 12 દર્દીના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે 1404 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 180, સુરત કોર્પોરેશનમાં 176, સુરતમાં 126, રાજકોટ કોર્પોરેશનમાં 106, વડોદરા કોર્પોરેશનમાં 102, જામનગર કોર્પોરેશનમાં 73, મહેસાણામાં 43, રાજકોટમાં 42, વડોદરામાં 39, કચ્છમાં 37, બનાસકાંઠામાં 35, અમદાવાદમાં 30, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં 29-29, અમરેલી અને મહિસાગરમાં 27-27, પાટણમાં 26, ગાંધીનગર-જામનગર-પંચમહાલમાં 22-22 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં હાલ 16,716 એક્ટિવ કેસ છે, જ્યારે 1,14,476 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 91 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,625 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.03 ટકા છે.


Next Story