Connect Gujarat
ગુજરાત

કોર્ટે આપેલ 48 કલાકની સમય મર્યાદા પૂર્ણ થતા હાર્દિક પહોંચ્યો ગુજરાત બોર્ડર

કોર્ટે આપેલ 48 કલાકની સમય મર્યાદા પૂર્ણ થતા હાર્દિક પહોંચ્યો ગુજરાત બોર્ડર
X

પાટીદાર આંદોલન સમિતિનો કન્વીનર હાર્દિક પટેલ ગુજરાત-રાજસ્થાનની સરહદ પર પહોંચી ગયો છે. જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હાર્દિકને જેલમાંથી છૂટ્યા બાદ 48 કલાક ગુજરાતમાં રહેવાની પરવાનગી હતી. તેથી, પોલીસ હાર્દિકને તેની જ ગાડીમાં બોર્ડર સુધી મૂકી આવી હતી.

જેલમાંથી છૂટ્યા બાદ હાર્દિકે સુરતમાં રેલી યોજી બાદ સૌરાષ્ટ્રની મુલાકાત લીધી હતી. આજે કોર્ટે આપેલી 48 કલાકની સમય મર્યાદા સમાપ્ત થતા તેણે છ મહિના માટે ગુજરાત છોડવું પડ્યું હતું.

આ દરમિયાન હાર્દિકે પાટીદારો માટે એક મેસેજ વહેતો કર્યો હતો કે કોર્ટના આદેશને માન આપીને તેણે 6 મહિના ગુજરાત બહાર રહેવું પડશે. 6 મહિના બાદ તેણે બધાને રૂબરૂ મળવાની આશા વ્યક્ત કરી હતી. તેમજ તે સમાજની સાથે હોવાનું પણ જણાવ્યું હતું.

Next Story