Connect Gujarat
સમાચાર

કોલગેટ પામોલિવ બાદ યુનિલીવરે પણ પતંજલિના વધતા ગ્રોથ અંગે કર્યો સ્વીકાર

કોલગેટ પામોલિવ બાદ યુનિલીવરે પણ પતંજલિના વધતા ગ્રોથ અંગે કર્યો સ્વીકાર
X

દેશની સૌથી મોટી કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઓમાંની એક હિન્દુસ્તાન યુનિલીવરની પેરેન્ટ કંપની યુનિલીવરે તાજેતરમાં સ્વીકાર કર્યો હતો કે બાબા રામદેવની કંપની પતંજલિ તેમને ટક્કર આપી રહી છે.

પતંજલિમાં નેચરલ પ્રોડક્ટસ હોવાથી તેને ઘણાં ઓછા સમયમાં સારો આવકાર મળી ગયો છે. યુનિલીવરે પણ પતંજલિ સામેની ટક્કરનો જવાબ આપવા માટે નેચરલ પ્રોડક્ટસના સેગમેન્ટમાં નવી પ્રોડક્ટસ લોન્ચ કરવાનું નક્કી કર્યું છે.

યુનિલીવર તરફથી એક કોન્ફરન્સ કોલમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતમાં હર્બલ સેક્ટરમાં કેટલાક સારા ઉદાહરણ છે. તેમજ વધુમાં જણાવવામાં આવ્યું હતું કે હાલમાં પતંજલિ અંગે રસપ્રદતાથી વાત કરવામાં આવી રહી છે.

આ બીજીવાર છે જ્યારે કોઇ વૈશ્વિક કંપનીએ પતંજલિના વધતા ગ્રોથ અંગે સ્વીકાર કર્યો છે. આ અગાઉ કોલગેટ પામોલિવ દ્વારા મે માં જણાવવામાં આવ્યું હતું કે ભારતમાં પ્રાકૃતિક સેગમેન્ટ ઝડપથી વિકાસ કરી રહ્યો છે અને કંપનીએ તેમાં નવી તકો ઉભી કરવી પડશે.

Next Story