Connect Gujarat
સમાચાર

કોવિદ-19 : રાજ્યમાં આજે વધુ 1432 નવા કેસ નોધાયા, જ્યારે 1470 દર્દીઓ થયા સ્વસ્થ

કોવિદ-19 :  રાજ્યમાં આજે વધુ 1432 નવા કેસ નોધાયા, જ્યારે 1470 દર્દીઓ થયા સ્વસ્થ
X

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે.રાજ્યમાં આજે છેલ્લા 24 ક્લાકમાં કોરોના વાયરસના 1432 નવા પોઝિટિવ કેસ નોધાયા છે.અને રાજ્યમાં વધુ 16 દર્દીઓના મોત થયા છે.જ્યારે 1470 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસની સંખ્યા વધીને 1,21,930 પર પહોંચી છે. અને કુલ મૃત્યુઆંક વધીને 3305 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 84.12 ટકા છે

રાજ્યમાં આજે 1432 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશન 174, અમદાવાદ કોર્પોરેશન 152, સુરત 107, જામનગર કોર્પોરેશન 103, વડોદરા કોર્પોરેશન 99, રાજકોટ કોર્પોરેશન 97, મહેસાણા 69, રાજકોટ 54, બનાસકાંઠા 44, વડોદરા 39, પંચમહાલ 30, અમરેલી 29, મોરબી 28, અમદાવાદ 26, કચ્છ 26, ભાવનગર કોર્પોરેશન 25, ભરૂચ 24, ગાંધીનગર 23, જામનગર 23, પાટણ 23, ગાંધીનગર કોર્પોરેશન 21, જુનાગઢ કોર્પોરેશન 18, ભાવનગર 17, જુનાગઢ 17, મહીસાગર 16, દાહોદ 15, ગીર સોમનાથ 15, દેવભૂમિ દ્વારકા 14, સાબરકાંઠા 13, ખેડા 12, નર્મદા 12, સુરેન્દ્રનગર 12, આણંદ 10, તાપી 10, બોટાદ 9, છોટા ઉદેપુર 8, નવસારી 8, પોરબંદર 5, અરવલ્લી 2, વલસાડ 2, ડાંગમાં 1 કેસ નોધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં સુરત 4, અમદાવાદ કોર્પોરેશન 3, અમરેલી 1, ભાવનગર 1, ભાવનગર કોર્પોરેશન 1, ગાંધીનગર કોર્પોરેશન 1, કચ્છ 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1, વડોદરા 1, વડોદરા કોર્પોરેશન 1 દર્દીનું મોત થયું છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 102571 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 16,054 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 97 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 15,957 સ્ટેબલ છે.

Next Story