Connect Gujarat
દુનિયા

ક્રિકેટના નિયમોમાં થશે ફેરફાર: જાણો શું હશે નવા રૂલ્સ

ક્રિકેટના નિયમોમાં થશે ફેરફાર: જાણો શું હશે નવા રૂલ્સ
X

ક્રિકેટ મેચ દરમિયાન ખેલાડીઓ વચ્ચે સર્જાતા ખટરાગ અને અમ્પાયરો સાથેના ગેરવર્તણૂકને અટકાવવા માટે ICC દ્વારા મેચના નિયમોમાં મહત્વના ફેરફારો કરવામાં આવશે.

સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ હાલમાં 20-20 ક્રિકેટનો જમાનો છે અને ક્રિકેટ પ્રેમીઓ આ રમતને વધુ પસંદ પણ કરી રહ્યા છે, પરંતુ ફાસ્ટ ક્રિકેટની સાથે મેદાનમાં ખેલાડીઓ વચ્ચે અથવા તો પ્લેયર દ્વારા અમ્પાયર સાથે ગેરવર્તણૂકના કિસ્સા પણ બનતા હોય છે.

ખેલાડીઓને પોતાના અક્ષોભનીય વર્તન મામલે અંકુશમાં રાખવા માટે નવા રૂલ્સ અમલમાં આવશે. જેમાં જાણકાર સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ઓક્ટોબર 2017થી ક્રિકેટના નવા નિયમો અમલમાં આવી શકે છે.

જેમાં મેચ દરમિયાન ખરાબ વર્તન કરવા બદલ ખેલાડીને અમ્પાયર રેડ કાર્ડ બતાવીને મેદાનની બહાર કાઢી શકશે. બેટની સાઈઝના નિયમો પણ નવા આવશે. જેમાં બેટ અને બોલ વચ્ચે યોગ્ય રોમાંક જળવાય તે માટે બેટના આકાર પર નિયંત્રણ મુકવામાં આવશે, બેટની પહોળાઈ 108 એમએમ, જાડાઈ 67 એમએમ અને ખુણા 40 એમએમ થી વધુ રાખી શકાશે નહિ.

વધુમાં અમ્પાયરને ડરાવવા કે ધમકાવવાના ગુના બદલ પાંચ પેનલ્ટી રન અને દોષિત ખેલાડીને મેદાનની બહાર મોકલી આપવાની સત્તા અમ્પાયર પાસે રહેશે. જો દોષિત ખેલાડી બેટ્સમેન હશે તો અમ્પાયર તેને રિટાયર્ડ જાહેર કરી શકે છે. આ ઉપરાંત વધારે અપીલ કરવી ગમેતેમ થ્રો કરવો પણ ગુનો ગણવામાં આવશે.

Next Story