Connect Gujarat
દેશ

ક્રિકેટમાં ‘ધ વોલ’ તરીકે જાણીતા રાહુલ દ્રવિડનો ‘ICC હોલ ઓફ ફેમ’માં સમાવેશ

ક્રિકેટમાં ‘ધ વોલ’ તરીકે જાણીતા રાહુલ દ્રવિડનો ‘ICC હોલ ઓફ ફેમ’માં સમાવેશ
X

ભારતીય-એ ટીમની કોંચિગ પ્રતિબધ્ધતાના કારણે રાહુલ દ્રવિડ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા નથી

ક્રિકેટમાં ‘ધ વોલ’ તરીકે જાણીતા ભારતના પૂર્વ કપ્તા રાહુલ દ્રવિડનો આઇસીસી (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ)માં ‘હોલ ઓફ ફેમ’ માં સમાવેશ કરવામાં આવ્યો છે. 45 વર્ષના રાહુલ દ્રવિડ આ યાદીમાં જગ્યા મેળવનાર પાંચમાં ભારતીય ક્રિકેટર બન્યા છે.

વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની રિકી પોન્ટીંગ સિવાય ઇંગ્લેન્ડની પૂર્વ મહિલા ક્રિકેટર ક્લેયર ટેલરનો પણ હોલ ઓફ ફેમમાં સમાવેશ થયો છે. ભારતીય-એ ટીમની કોંચિગ પ્રતિબધ્ધતાના કારણે રાહુલ દ્રવિડ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા નથી. જો કે રાહુલ દ્રવિડે એક વીડિયો સંદેશ દ્વારા આ સન્માન માટે આઇસીસીનો આભાર માન્યો છે.

રાહુલ દ્રવિડે વર્ષ 1996થી 2012 દરમિયાન પોતાની ટેસ્ટ કેરિયર દરમિયાન 13,288 રન બનાવ્યા હતા. સૌથી વધુ રન બનાવવાની યાદીમાં ચોથા નંબર છે. તેમની આગળ ભારતના સચિન તેંડુલકર ઓસ્ટ્રેલિયાના રીકી પોન્ટીંગ અને આફ્રીકાના કાલિસનો સમાવેશ થાય છે.

રાહુલ દ્રવિડે 2000ના દશકમાં ભારતની ઘણી બધી ટેસ્ટ વિજયમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. તેની સૌથી યાદગાર ઇનિંગ્સમાં 2003ની એડિલેડ ટેસ્ટમાં 233 અણનમ અને 72 રનનો સમાવેશ થાય છે.

ભારતીય સમય અનુસાર મોડી રાત્રે આઇસીસીએ ડબ્લિનમાં આયોજિત કાર્યક્રમમાં રાહુલ દ્રવિડના નામની જાહેરાત કરી હતી. આ અગાઉ 2015માં અનિલ કુંબલેને આ સન્માન મળ્યું હતું. જ્યારે તે યાદીમાં બિશનસિંહ, કપિલ દેવ અને સુનિલ ગાવસ્કરને 2009માં આઇસીસીના હોલ ઓફ ફેમમાં સામેલ થયા હતા.

Next Story