Connect Gujarat
દેશ

ક્રિકેટર હાર્દિક પંડ્યા આ બોલ્ડ અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ, પાર્ટીમાં જોવા મળ્યા 'તા સાથે

ક્રિકેટર હાર્દિક પંડ્યા આ બોલ્ડ અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ, પાર્ટીમાં જોવા મળ્યા તા સાથે
X

ભારતીય ટીમનાં ઑલરાઉન્ડર અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિઅન્સ ટીમના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા તેની લવ સ્ટોરીને કારણે ફરીથી ચર્ચામાં આવ્યો છે. અગાઉ તે અભિનેત્રી એલી અવરામને ડેટ કરતો હતો. બંને ઘણો સમય એકબીજાના સંપર્કમાં રહ્યાઅને રેસ્ટોરન્ટ, પાર્ટીની સાથે સાથે એરપૉર્ટ પર પણ ઘણી વાર સાથે જોવા મળ્યા હતા. જો કે હવે બંનેની લવસ્ટોરીમાં ટ્વિસ્ટ આવી ગયો છે. સૂત્રોનું માનીએ તો હાર્દિક હાલમાં એલી અવરામને છોડીને બોલિવુડની જ બૉલ્ડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે સમય પસાર કરી રહ્યો છે.

હાલમાં આઈપીએલની સિઝન ચાલી રહી છે ત્યારે વડોદરાનો સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા ક્રિકેટને કારણે નહીં પણ તેની લવ સ્ટોરીના કારણે ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં જ હાર્દિક પંડ્યા બિઝનેસમેન ગૌતમ સિંઘાનિયાની પાર્ટીમાં ગયો હતો. જ્યાં ઉર્વશી રૌતેલા પણ હાજર હતી. આ પાર્ટીમાં હાર્દિક અને ઉર્વશી વચ્ચે મુલાકાત થઇ હતી. બંનેએ એકબીજા સાથે લાંબો સમય વાતો પણ કરી હતી. આ પાર્ટીમાં હાર્દિકની સાથે તેનો ભાઇ કૃણાલ પણ હાજર હતો. ઉર્વશીએ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'હેટ સ્ટોરી 4' માં બૉલ્ડ સીન્સ આપીને સૌને ચોંકાવી દીધા હતા. સની દેઓલની ફિલ્મ 'સિંઘ સાબ ધ ગ્રેટ' ફિલ્મથી ઉર્વશીએ બોલિવુડમાં એન્ટ્રી કરી હતી.

આ પહેલા હાર્દિક પંડ્યા અને એલી અવરામની મુલાકાત એક એડનાં શૂટિંગ દરમિયાન થઇ હતી. બંનેનાં અફેરનનાં સમાચારોએ ત્યારે જોર પકડ્યું જ્યારે હાર્દિકનાં ભાઇ કૃણાલનાં લગ્નમાં એલી જોવા મળી. અહીં પણ બંનેએ એકબીજા સાથે લાંબો સમય પસાર કર્યો હતો. એક ઇન્ટરવ્યુમાં એલીએ કહ્યું હતું કે, ''હું મારી પર્સનલ લાઇફને લઇને વાત નથી કરતી. અમે બંને અત્યારે સારા દોસ્ત છીએ.''

Next Story