Connect Gujarat
દેશ

ક્રિસમસમાં સાન્ટા ક્લોઝનાં પોશાક પણ થયા મોંઘા ,જાણો કેમ ?

ક્રિસમસમાં સાન્ટા ક્લોઝનાં પોશાક પણ થયા મોંઘા ,જાણો કેમ ?
X

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ છવાયો હતો, અને હવે લોકો તેમાંથી બહાર આવી રહ્યા છે, ત્યારે ભગવાન ઈસુનાં જન્મદિવસ નાતાલની ઉજવણીનો થનગનાટ પણ જોવા મળી રહયો છે.

ક્રિસમસનાં તહેવારની ખ્રિસ્તી સમુદાય દ્વારા ભવ્ય ઉજવણીનાં ભાગરૂપે તૈયારીઓ શરુ કરવામાં આવી છે, જ્યારે ખ્રિસ્તીઓનાં ઘર બહાર સ્ટાર તેમજ ક્રિસમસ ટ્રીને શણગારીને તેઓએ ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરી છે.

ક્રિસમસનાં તહેવારમાં સાન્ટા ક્લોઝ બાળકોમાં અનેરુ આકર્ષણ જગાવવાની સાથે તેઓ તેમની સાથે ઝૂમીને અવનવી ભેટ સોગાદો મેળવીને આનંદિત થતા હોય છે.

જોકે આ વર્ષે મોંઘવારી સાન્ટા ક્લોઝનાં પરિધાનને પણ નડી છે, કારણ કે પહેલા કરતા અત્યારનાં સમયમાં સાન્ટા ક્લોઝનાં પોશાકમાં ભાવ વધારો જોવા મળ્યો છે. અને શાળાઓમાં ઉજવાતા ક્રિસમસ પર્વમાં ભાડે અપતા સાન્ટાનાં પોશાકમાં પણ ભાવ વધારો જોવા મળી રહયો છે.

વધુમાં કપડા પરનાં GSTનો દર સરકાર દ્વારા હળવો કરવામાં આવતા મહદઅંશે સાન્ટાનાં પોશાકની ખરીદીમાં લોકોને રાહત મળી રહી છે. પરંતુ અગાઉનાં સમય કરતા ટ્રાન્સપોર્ટેશન નાં ભાવો વધતા તેની સીધી અસર તહેવારોનાં વિશેષ પોશાકો પર,વાનગીઓ સહિતની વસ્તુઓ પર જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે મોંઘવારીનાં માર વચ્ચે પણ લોકોએ ક્રિસમસનાં તહેવારની ઉજવણી મોંઘવારીને માત આપી પોતાની આર્થિક ક્ષમતા મુજબ ભવ્ય રીતે ઉજવવાની ખેવના પણ વ્યક્ત કરી છે.

Next Story