Connect Gujarat
ગુજરાત

ખંભીસર વરઘોડો વિવાદ : અનુ.જાતિઅગ્રણી હસમુખ સક્સેનાને મળ્યા જામીન, લોકોએ ફુલહાર પહેરાવ્યા

ખંભીસર વરઘોડો વિવાદ : અનુ.જાતિઅગ્રણી હસમુખ સક્સેનાને મળ્યા જામીન, લોકોએ ફુલહાર પહેરાવ્યા
X

અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક ખંભીસર ગામે વરઘોડા વિવાદમાં સરેન્ડર કરનાર સમુખ સક્સેનાને જામીન મળી જતાં સમાજના આગેવાનોએ ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.

મોડાસા તાલુકાના ખંભીસર ગામના જયેશ ડાહ્યાભાઈ રાઠોડ નામના દલિત યુવકો વરઘોડો રોકવામાં આવ્યો હતો. જેમાં ગામના કેટલાક લોકો જાહેરમાર્ગ પર બેસી ભજન-કીર્તન કરતા દલિત યુવકનો વરઘોડો અટવાઈ ગયા હતો. ત્યારબાદ બંને ટોળા આમને-સામને આવી જતા ઘર્ષણ સર્જાતા બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો.

ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ અધિકારી અને કર્મચારીઓને નિશાન બનાવી મારી નાખવાના ઇરાદે અણીદાર પથ્થરો વડે ઘા કરતા અને સરકારી વાહનોમાં તોડફોડ કરતા ભારે ચકચાર મચી હતી. આ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અનુ.જાતિ સમાજના અગ્રણી હસમુખ સક્સેના સહીત 4 શખ્શો અને 300 ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી.આ ઘટનાના ૨૨ દિવસ પછી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હસમુખ સક્સેનાએ જિલ્લા પોલીસવડા કચેરી ખાતે આત્મસમર્પણ ક્યું હતું.

૪ જૂને હસમુખ સક્સેનાએ એલસીબી કચેરીએ આત્મસમર્પણ કરતા કોર્ટમાં રજુ કરી મોડાસા રૂરલ પોલીસે રિમાન્ડ માંગતા કોર્ટે રિમાન્ડ ના મંજુર કરાતા મોડાસા સબજેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. તેમના વકીલ કરસનભાઈ વણકરે જામીન માટે અરજી કરાતા એડી.સેસન્સ કોર્ટે જામીન મંજુર કરાતા મોટી સંખ્યામાં અનુ.જાતિના અગ્રણીઓ, તેમની ટીમ અને અમદાવાદ થી ભીમ સૈનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Next Story