Connect Gujarat
ગુજરાત

ખેડા: રઢુ ગામેથી જુગાર રમતા કુલ-૩ જુગારીયાઓને ઝડપી પાડતી LCB

ખેડા: રઢુ ગામેથી જુગાર રમતા કુલ-૩ જુગારીયાઓને ઝડપી પાડતી LCB
X

પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદે આગામી લોકસભાની ચુંટણીને અનુલક્ષીને દારૂ-જુગારની પ્રવુત્તિ નેસ્ત નાબુદ કરવા માટે જીલ્લા પ્રોહિ/જુગારના લિસ્ટેડ બુટલેગરો ઉપર અવારનવાર રેઇડો કરી તેમજ જીલ્લામાં આવેલ ફાર્મ હાઉસ/ગોડાઉનોને નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન અવાર-નવાર ચેક કરી પરીણામલક્ષી કામગીરી કરવા ખાસ સુચના કરેલ હતી.

આ અનુસંધાને આર.કે.રાજપુત ઇ.પો.ઇન્સ. એલ.સી.બી ખેડા-નડીયાદની સુચના મુજબ ગઇ તા.૨૫/ ૦૩/ ૧૯ના રોજ એલ.સી.બી. ટીમ ખેડા ટાઉન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.આ દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે રઢુ ગામે કબીર મંદિર પાસે જાહેરમાં આંક ફરકનો પૈસાથી હાર જીતનો આંકડાનો જુગાર રમતા કુલ ૩ ઇસમો મુકેશભાઇ શ્યામજીભાઇ પગી રહે.રઢુ ઇન્દીરાનગરી તા.જી.ખેડા,ભીખાભાઇ આત્મારામભાઇ સોલંકી રહે. સુરસંગ મુખીનુ ફળીયું રઢુ તા.જી.ખેડા,રવિન્દ્રભાઇ વિક્રમભાઇ સિસોદીયા રહે. સુરસંગ મુખીનુ ફળીયું રઢુ તા.જી.ખેડાને ઝડપી પાડયા હતા. પોલીસે આ ત્રણેવ ઇસમોની અંગ જડતીમાંથી મળી આવેલ રોકડા રૂ.૧૪,૪૩૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦/- તથા આંકડા લખેલ સ્લીપ બુક, કાર્બન પેન વિગેરે મળી કુલ રૂ.૧૪,૯૩૦/-ના જુગાર રમવાના સાધનો કબ્જે લઈને ત્રણેવ ઇસમો વિરૂદ્ધ ખેડા ટાઉન પો.સ્ટે. જુગારા ધારા કલમ ૧૨-અ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ ખેડા ટાઉન પોલીસ કરી રહી છે.

Next Story