Connect Gujarat
ગુજરાત

ખેડા: વાસણાબુઝર્ગ ગામે ૨૩ વર્ષે ST બસ ‘પહોંચતાં’ વિદ્યાર્થીઓએ કર્યા વધામણાં કર્યાં!

ખેડા: વાસણાબુઝર્ગ ગામે ૨૩ વર્ષે ST બસ ‘પહોંચતાં’ વિદ્યાર્થીઓએ કર્યા વધામણાં કર્યાં!
X

હવે બસ ગામના ભાગોળ બળિયાદેવના મંદિર પાસેથી મળશે: છાત્રોનો સમય અને વધારાના ખર્ચા બચશે

બસના ડ્રાયવર-કન્ડકટરને વિદ્યાર્થીનીઓએ ચાંલ્લા કર્યાં

ખેડા તાલુકાના વાસણાબુઝર્ગ ગામમાં છેલ્લા ૨૩ વર્ષથી એસ.ટી. બસ આવતી ન હતી. ગામથી એક કિ.મી. દૂર મુખ્યમાર્ગ પર થઇને બસ પસાર થઇ જતી હતી. પરંતુ સોમવારે એસ.ટી.બસ ગામની ભાગોળે બળિયાદેવ મંદિરે આવતા વિદ્યાર્થીઓની ખુશીનો પાર રહ્યો ન હતા.

વિદ્યાર્થીઓએ આટલા લાંબા સમય બાદ ગામમાં બસ આવતા એસ.ટી.બસના વધામણાં કર્યા હતા. સાથે સાથે ડ્રાયવર-કંડકટરને પણ કંકુ તિલક કરી મોઢુ મીઠું કરાવ્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓ પોતાના ખર્ચે ચોકલેટનું વિતરણ કર્યું હતું.

વાસણાબુઝર્ગના વિદ્યાર્થીઓને એસટી બસની સુવિધા માટે મુશકેલી વેઠવી પડતી હતી. તેમજ અભ્યાસ પર પણ તેની માઠી અસર પડતી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓને આર્થિક નુકશાન વેઠવુ પડતું હતું. જેથી ગ્રામજનોએ પણ આવેદનપત્ર આપીને રસ્તા રોકોનું અલ્ટીમેટમ આપ્યું હતું.

જેના પગલે તંત્ર દોડતું થયું હતું. તેમજ ખેડા પ્રાંત અધિકારીએ પણ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ખેડા ડેપો તથા નડિયાદ એસ.ટી ડીવીઝનને વધારાની બસ ફળવાય તે માટે વાત કરી હતી. જેના ફળસ્વરૂપે વાસણાબુઝર્ગ ગામમાં એસ.ટી બસ આવતાં સમગ્ર વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ છવાઇ ગયો હતો.

ગામની વિદ્યાર્થીની દ્વારા બસ આવી ત્યારે બસને ફૂલહાર કરી કંકુ ચાંદલા કર્યા હતા. ત્યારબાદ જે બસને લઈને આવેલા ડ્રાયવર કંડક્ટરને પણ ચાંદલા કર્યા હતા અને મોંઢુ મીઠું કરાવ્યુ હતું. ખાસ કરીને વિદ્યાર્થીઓનો આનંદ તથા ખુશી સમાતી ન હતી. કારણકે હવે બસ માટે એક કિલોમીટર ચાલીને નહીં જવું પડે.

Next Story