Connect Gujarat
ગુજરાત

ખોટી અફવા માટે મળી પ્રેમની કેદ નહીં પરંતુ જેલની ઉમરકેદની સજા

ખોટી અફવા માટે મળી પ્રેમની કેદ નહીં પરંતુ જેલની ઉમરકેદની સજા
X

પ્રેમમાં ઉમરકેદ થવાની જગ્યાએ ખોટી અફવા ફેલાવવાના લીધે કોર્ટે એન્ટીહાઇઝીન એકટ 2016 અંતર્ગત જેલમાં ઉમરકેદની સજા ફટકારવામાં આવી જો કે જે લોકો અફવાઓ ફેલાવે છે તેમના માટે એક બોધપાઠ સમાન બની રહેશે .

૩૦ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ મુંબઈથી દિલ્હી જઈ રહેલ બિઝનેસ ક્લાસમાં સફર કરતા સલ્લએ પ્રેમિકા તેની નોકરી દિલ્હીથી છોડવા માટે મજબૂર બને અને તેની સાથે બન્ને મુંબઇમાં જ સેટ થઈ જાય તે માટે ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું.જો કે સલ્લાને બે બાળક પણઁ છે જેમાં તેનો મોટો દીકરો ૧૪ વર્ષનો છે . બિઝનેસ મુદ્દે તેને વારંવાર મુંબઈથી દિલ્હી જવું પડતું હતું પરંતુ આ જ સમયગાળા દરમિયાન તેને દિલ્હી એરપોર્ટમાં પર મેનેજર તરીકે કામ કરતા યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો તથા આ પ્રેમ પહેલી મુલાકાત બાદ વધુ ઘાટ બનતો ગયો અને તે એટલી હદે લરેમ થયો કે સલ્લાએ તેની સાથે અંદરખાને લગ્ન પણ કરી લીધા હતા.

પરંતુ જ્યારે આ પ્રેમમાં દુરીઓ વધુ થઈ ત્યારે સલ્લને વિચાર આવ્યો કે તેની પ્રેમિકા મુંબઈમાં સલ્લા સાથે શિફ્ટ થઈ શકે . એન.આઈ.એ ના રિપોર્ટ અનુસાર 27 અઓક્ટોબરના રોજ ઝવેરી બઝાર પર આવેલી ઓફીસ ખાતે તેને ધમકીભર્યા પત્ર તૈયાર કર્યો હતો અને તેને લેપટોપમાં સોફ્ટવેરની મદદથી તે લેટરને ઉર્દુ ભાષામાં કન્વર્ટ કર્યો હતો અને તેને લેટરમાં લખ્યું હતું કે જેટ એરવેઝના વિમાનને અપહરણ કર્તાઓ દ્વારા હાઇઝેક કરવામાં આવ્યું છે.

વિમાનને દિલ્હીમાં ઉતારવું નહીં પરંતુ તેને સીધા પી.ઓ. કે માં લઇ જવામાં આવે જો તમારા દ્વારા વિમાન ઉતારવામાં આવ્યું તો વિમાનમાં સવાર મુસાફરોના મારવાના આવાજ સંભળાશે કાર્ગો એરિયામાં રાખેલ સામાનમાં વિસ્ફોટક છે અને જો તે દિલ્હીમાં ઉભું રાખવામાં આવ્યું તો પરિણામ ભોગવવું પડશે ...અલ્લાહ મહાન છે ... આ રીતની ખોટી અફવા પત્ર ફેલાવવામાં આવી હતી.

પરંતુ તેમાં સલ્લા નિષ્ફળ નીવડ્યા અને એ.આઈ.એ ના ઝબ્બે લાગ્યા ત્યારે તેની આ ખોટી અફવા માટે સલ્લને પ્રેમની કેદ નહીં પરંતુ જેલની ઉમરકેદની સજા સંભાવવા આવી અને સાથે સાથે કોર્ટ દ્વારા તેને પાંચ કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો ઉલ્લેખનીય બાબત એ છે કે કોર્ટ દ્વારા ફ્લાઈટમાં હાજર પાઈલટને ૧ લાખ રૂપિયા અને એર હોસ્ટેટ્સને ૫૦ હજાર રૂપિયા અને મુસાફરોને ૨૫-૨૫ હજાર રૂપિયાનું વળતર આપવાનું જણાવ્યું હતું . આજકાલ સોશિયલ મીડિયામાં પણ કેટલાક લોકો દ્વારા ફેક મેસેજ આપવામાં આવતા હોય છે ત્યારે તેવા લકોને સીધો બોધપાઠ મળશે .

Next Story