Connect Gujarat
સમાચાર

ગરમીમાં ઠંડક માટે બનાવો ડિફરન્ટ ફાલૂદા

ગરમીમાં ઠંડક માટે બનાવો ડિફરન્ટ ફાલૂદા
X

ફાલુદા આઈસ્ક્રીમ

સામગ્રી :-

6 ચમચા ગુલાબનું શરબત

6 સ્કુપ વેનીલા આઈસ્ક્રીમ

4.5 કપ ઠંડુ દુધ

1.1/2 ચમચા તકમરિયા ( ફાલુદા સિડ્ર્સ )

1 ચમચી કોર્નફ્લોર

બનાવવાની રીત :-

તકમરિયા ( ફાલુદા સિડ્ર્સ ) ને પાણીમાં પલાળી ઓછામાં ઓછા બે કલાક રાખવા

કોર્નફ્લોરને 200 મી.લી પાણીમાં બરાબર મિક્સ કરવો,ધીમા તાપે ઉકાળવા મુકવો

મિશ્રણ પારદર્શક અને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવ્યા કરવુ

સેવન સંચામા આ મિશ્રણ ભરી બરફના ટુકડા અને ઠંડા પાણીથી ભરેલા વાસણમાં સેવ પાડવી, આ ફાલુદાની સેવને પાણીમાં જ રાખવી

પીરસતી વખતે કાચના ગ્લાસમાં પહેલા 1 ચમચો રોઝ સિરપ, 1 ચમચી તકમરિયાં અને એક ચમચી ફાલુદાની સેવ નાખવી

ઉપર પોણો કપ ઠંડુ દૂધ અને કાજુ, બદામ, કિસમિસ, થોડા ફ્રૂટ્સ સાથે છેલ્લે આઈસ્ક્રીમ મૂકી સર્વ કરવું

કુલ્ફી ફાલુદા

સામગ્રી :-

1/3 કપ ફાલુદા સેવ

1/2 ચમચો સબ્જા સિડ્ર્સ

4 કુલ્ફી

2 ચમચી રોઝ સીરપ

સમારેલ પિસ્તા, બદામ અને કાજુ

બનાવવાની રીત :-

  • સૌ પ્રથમ સબ્જા સિડ્ર્સને 30 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો
  • સબ્જા સિડ્ર્સ પછી ફાલુદા સેવને પેકેટ પર આપેલ માહિતી પ્રમાણે ગરમ પાણીમાં બાફી લો
  • સેવ બફાઈ જાય ત્યાં સુધી હલાવતા રહો, ફાલુદા સેવ માંથી પાણી કાઢી તેને નિતારી લો
  • સબ્જા સિડ્ર્સ માંથી પાણી કાઢી લો, એક બાઉલમાં કુલ્ફી લો
  • તમે ઈચ્છો તો તેમાં મલાઈ મિક્સ કરી શકો છે, ત્યારબાદ તેમાં સબ્જા સિડ્ર્સ મિક્સ કરો
  • ત્યારબાદ તેમાં ફાલુદા સેવ મિક્સ કરવી
  • ત્યારબાદ રોઝ સીરપ મિક્સ કરો, ક્રેશ કરેલ ડ્રાયફ્રૂટ્સ તેમાં મિક્સ કરો
  • તૈયાર છે કુલ્ફી ફાલુદા, તેને તરત સર્વ કરો

Next Story