Connect Gujarat
ગુજરાત

ગાંધીનગરમાં ત્રણ દિવસની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ

ગાંધીનગરમાં ત્રણ દિવસની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ
X

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ત્રણ દિવસની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટનો પ્રારંભ થશે. આ કાર્યક્રમનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી વિજય રૃપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરશે. આ સમીટમાં 30 થી વધુ દેશોનાં 10 હજાર જેટલા પાટીદાર નાના મોટા ઉદ્યોગપતિઓને આમંત્રણ અપાયું છે.

આ સમીટ યોજવા પાછળનો ઉદ્દેશ્ય પાટીદારો ગ્લોબલ બિઝનેસ ભાગીદારી ઊભી થાય તેવો છે. આ સમીટમાં એક એક્ઝિબીશન પણ ઉભું કરાયુ છે. જેમાં 500 જેટલા જુદા જુદા સ્ટોલ ઊભા કરાયા છે. આ સમીટમાં રોજ મોટી સંખ્યામાં નાગરિકો આવે એવી ગણતરી છે. આ સમીટ દ્વારા પાટીદાર યુવકોને રોજગારી અને નોકરી-ધંધો મળે, નવી રોજગારી અને નોકરી-ધંધો મળે, નવી રોજગારી આપી શકે તેવા ઉદ્યોગો શરૃ થાય તેવી કામગીરી અને પ્રયાસો કરાશે. તેમનું કૌશલ્ય બહાર આવે તે માટે 9 જેટલા ટ્રસ્ટો સાથે કરાશે.

7મીના છેલ્લા દિવસે 15000 ગામોમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ સમિટમાં ભાગ લેવા આવશે.

Next Story