Connect Gujarat
ગુજરાત

ગાંધીનગરમાં ધારાસભ્યો 5મી જાન્યુઆરીએ શપથ ગ્રહણ કરે તેવી શક્યતા

ગાંધીનગરમાં ધારાસભ્યો 5મી જાન્યુઆરીએ શપથ ગ્રહણ કરે તેવી શક્યતા
X

મંત્રીમંડળની રચના અને ખાતાની ફાળવણી બાદ હવે ભાજપ,કોંગ્રેસ સહિત અપક્ષ ધારાસભ્યો આગામી 5મી જાન્યુઆરીએ ધારાસભ્ય તરીકેનાં શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે. પાટનગર ગાંધીનગરમાં આ શપથવિધી માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આ વખતે ભાજપે વિધાનસભા અધ્યક્ષપદે બાબુ બોખરિયા,નિમાબેન આચાર્યને બેસાડવા ગણતરી રાખી છે.જોકે, 4થીએ પ્રોટેમ સ્પિકર જાહેર થઇ શકે છે. જે ધારાસભ્યોને શપથ લેવડાવશે. મહાત્મા મંદિર અથવા સ્વર્ણિમ સંકુલ હોલમાં શપથવિધી યોજાય તેમ છે.

Next Story