Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર:માધવ ફાર્મ હાઉસમાં યોજાઇ હાઇપોફાઇલ મહેફિલ પાર્ટી, ૧૪ યુવક- યુવતીઓ ઝડપાયા

ગાંધીનગર:માધવ ફાર્મ હાઉસમાં યોજાઇ હાઇપોફાઇલ મહેફિલ પાર્ટી, ૧૪ યુવક- યુવતીઓ ઝડપાયા
X

ગાંધીનગર ગ્રામ્ય LCBએ ગત રાત્રે ગાંધીનગર જિલ્લાના દશેલા ગામ નજીક આવેલ માધવ ફાર્મ હાઉસમાં દરોડા પાડી દારૂની મહેફિલ માણતા ૧૪ યુવક અને યુવતીઓને ઝડપી હતી. આ તમામના મેડિકલ ટેસ્ટ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. LCBએ ૬ ગાડીઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે, મિત્રની બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા ૧૪ યુવાન યુવતીઓને ગાંધીનગર એલસીબીએ રેડ પાડીને ઝડપ્યા હતા. ગાંધીનગરના દશેલા ગામ નજીક આલમપુર રોડ ઉપર આવેલ માધવ ફાર્મમાં સોમવારની રાત્રે ૧૪ યુવક અને યુવતીઓ પાર્ટી કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. ફાર્મમાં પાર્ટીમાં યુવતીઓ સંગીતના તાલે ઝૂમી ચીચીયારીઓ પાડી રહી હતી, તેવા સમયે ગાંધીનગર એલસીબીએ રેડ કરી હતી. અચાનક રેડ પડતા ભાગદોડનો માહોલ સર્જાયો હતો.

ફાર્મમાં પાર્ટીમાં યુવતીઓ સંગીતના તાલે ઝૂમી ચીચીયારીઓ પાડી રહી હતી, તેવા સમયે ગાંધીનગર એલસીબીએ બાતમીના આધારે રેડ કરી હતી. અચાનક રેડ પડતા ભાગદોડનો માહોલ સર્જાયો હતો. ગાંધીનગર એલસીબીએ બાતમીના આધારે ફાર્મ હાઉસ ઉપર દરોડો પાડતા પોલીસને ઘટના સ્થળેથી ૩ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસને આ ઘટનામાં ઝડપાયેલા લોકોની ઓળખ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, બર્થડે પાર્ટી મનાવી રહેલ ૯ યુવક અને પાંચ યુવતીઓ એન્જિનિયરિંગ અને સ્નાતક કક્ષાનો અભ્યાસ કરતી હતી.

પાર્ટીમાંથી ઝડપાયેલા અમદાવાદના જુદા-જુદા વિસ્તારમાં રહેતા ૯ યુવક અને પાંચ યુવતીઓ પૈકી ચાંદલોડિયામાં રહેતા કુશલ જયેશ પટેલ,નારણપુરામાં રહેતો સ્મિત શૈલેષ ઊંધિયા, થલતેજમાં રહેતો રાહુલ મોહન રાજગોર, ઘાટલોડિયામાં રહેતો ધાર્મિક સુરેશ પટેલ, જોધપુર ગામમાં રહેતો હર્ષ જયંતિ કોઠારી, પાલડી ધરણીધર દેરાસર પાસે રહેતો હેત પરાગ શાહ, મેમનગરમાં રહેતો શેખર આશિષ કઠવા, વસ્ત્રાપુરમાં રહેતો લવ અશોક પટેલ અને વાસણામાં રહેતો પ્રેમ કપૂરચંદ ચંદેલ સહિત પાંચ યુવતીઓ મિત પટેલની બર્થ ડેની ઉજવણી કરવા ગાંધીનગરના ફોર્મ હાઉસ પર આવ્યા હતા.

ગાંધીનગર પોલીસે ૬ લકઝુરિયસ કાર પણ જપ્ત કરી છે, જેમાં બે મર્સિડીઝ, બે ક્રેટા એક ઇનોવા અને એક વરના કારનો સમાવેશ થાય છે. ૯ યુવક અને પાંચ યુવતીઓના ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોડીરાત્રે 3:30 વાગે મેડિકલ ટેસ્ટ કરાયા હતા અને તમામના બ્લડના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.

Next Story