Connect Gujarat
સમાચાર

ગાંધીનગર : ભાજપા દ્વારા કરાયું “સેવા સપ્તાહ”નું આયોજન, કમલમ ખાતે યોજાઇ પ્રદેશ સંગઠનની બેઠક

ગાંધીનગર : ભાજપા દ્વારા કરાયું “સેવા સપ્તાહ”નું આયોજન, કમલમ ખાતે યોજાઇ પ્રદેશ સંગઠનની બેઠક
X

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની વિશિષ્ટ પ્રકારની ઉજવણી માટે ભાજપા દ્વારા તા. 14થી 20 સપ્ટેમ્બર દરમ્યાન આયોજિત “સેવા સપ્તાહ” અંતર્ગત આગામી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા તેમજ માર્ગદર્શન માટે ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાની ઉપસ્થિતિમાં પ્રદેશ અગ્રણીશ્રીઓની બેઠક યોજાઇ હતી.

ગુજરાતભરમાં “સેવા સપ્તાહ” કાર્યક્રમ સંદર્ભે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા દિવ્યાંગજનોને સાધન સહાય, જરૂરિયાતમંદોને આવશ્યકતાનુસાર ચશ્માનું વિતરણ, કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નોન કોવિડ હોસ્પિટલોમાં માર્ગદર્શિકાનુસાર દર્દીઓને ફળ વિતરણ તેમજ રક્તદાન શિબિર સહિતની વિવિધ સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે પ્રદેશ ભાજપા દ્વારા 4 અલગ અલગ ઝોનમાં વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત અન્ય વિશિષ્ટ વ્યક્તિઓ દ્વારા ભાજપા કાર્યકર્તાઓ અને સમર્થકોને સંબોધન કરવામાં આવશે. ઉપરાંત પર્યાવરણના સંરક્ષણ માટે સંકલ્પ સાથે વૃક્ષારોપણ, સ્વચ્છતા કાર્ય, સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ અંગે જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

Next Story