Connect Gujarat
ગુજરાત

ગાના મ્યુઝીક ગૃપના ઉપક્ર્મે અંકલેશ્વર ખાતે યોજાયો મહેફીલ -એ- સાજ કાર્યક્ર્મ

ગાના મ્યુઝીક ગૃપના ઉપક્ર્મે અંકલેશ્વર ખાતે યોજાયો મહેફીલ -એ- સાજ કાર્યક્ર્મ
X

જી.આઇ.ડી.સી માં વસતા અબાલ વૃધ્ધ સૌની સંગીત અને સાહિત્યની રૂચી જળવાયેલ રહે તે હેતુસર યોજાયો કાર્યક્ર્મ

અંકલેશ્વર જી.આઇ.ડી.સી ના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટરમાં સંગીત પ્રેમીઓ માટે ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા તા.૯મીની રાતે ૧૩ મો માત્ર ઇન્સ્ટ્રુમેન્ટલ સંગીતનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ગાના મ્યુઝીક લવર્સ ગૃપના નરેશ પુજારાએ અને મનોજ શુક્લાએ ગાના મ્યુઝીક લવર્સ ગૃપ વિષે વાત કરતા જણાવ્યું કે, આ ગૃપ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેસ્ય બાળકો તેમજ મોટેરાઓમાં રહેલ સુશુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનો છે. અંકલેશ્વર જી.આઇ.ડી.સી ના અબાલ વૃધ્ધ કે જેઓને સંગીતમાં રૂચી છે તેમને યોગ્ય પ્લેટફોર્મ અને ટ્રેનીગ આપવાના હેતુસર બે વર્ષ પૂર્વે જી.આઇ.ડી.સી, ઇન્ડસ્ટ્રિઝ તમામના સહયોગથી અંકલેશ્વર ખાતે GANA(જી.આઇ.ડી.સી અંકલેશ્વર નોટીફાઇડ એરીયા) ગાના મ્યુઝીકલ લવર્સ ગૃપની સ્થાપના કરવામાં આવી હતી.

આ વખતે મહેફીલ –એ - સાજ કાર્યક્રમ થકી સંગીત ના વાદ્યો નો કમાલ અને તેની મીઠી સુરાવલી શું છે તેનાથી માહિતગાર કરવા માત્ર ઇન્સ્ટ્રુમેન્ટલ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં માત્ર જી.આઇ.ડી.સી. અંકલેશ્વર ખાતે કાર્યરત ગાના મ્યુઝીક લવર્સ ગૃપના બાળકો જ નહીં પણ અમદાવાદની પ્રોફેનલ ટીમ પણ પોતાનું પરફોમન્સ રજૂ કરશે જેથી બાળકોમાં કેવી રીતે મોટા સ્ટેજ પોગ્રામ આયોજીત થાય છે અને ત્યાં કેવી રીતે પરફોર્મ કરાય છે તેની વિશેષ જાણકારી મળી રહે.

Next Story