Connect Gujarat
દેશ

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરી ઉત્તરાખંડે મેળવ્યો પ્રથમ રાજ્ય હોવાનો દરજ્જો

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરી ઉત્તરાખંડે મેળવ્યો પ્રથમ રાજ્ય હોવાનો દરજ્જો
X

વિધાનસભામાં પસાર કરાયું બિલ

ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. વિધાનસભામાં આ બિલ પાસ કરાયું છે અને કેન્દ્રની મંજૂરી માટે મોકલવામાં આવ્યું છે. ઉત્તરાખંડનાં પશુપાલન મંત્રી રેખા આર્યએ ઉત્તરાખંડ વિધાનસભામાં બિલ રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આપણે બધા જ (વિપક્ષ અને સરકાર) ગાયનું મહત્વ જાણીએ છીએ. માત્ર ભારતમાં જ નહી વિદેશમાં પણ તેનો સમ્માન કરાય છે.

તેમણે જણાવ્યું કે, ધાર્મિક ગ્રંથોમાં પણ, આપણને ગાયનો ઉલ્લેખ મળી આવે છે અને કહેવામાં આવે છે કે, તેના શરીરમાં 33 કરોડ દેવતાઓ અને દેવીઓના વાસ હોય છે. તેમનું કહેવું છે કે, જો ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે છે તો તેની સુરક્ષા માટે યોગ્ય પગલા ભરાશે અને ગૌ-હત્યાને રોકી શકાશે.

તેમણે જણાવ્યું કે, આ સિવાય, અનેક લોકો માટે આ પશુ રોજગારીનો માર્ગ છે અને લોકોના જીવનનિર્વાહ આના પર નિર્ભર છે. તેમણે જણાવ્યું કે, પ્રસ્તાવ લાવનારા ભાજપે આ સુનિશ્ચીત કરવું જોઇએ કે, કોઇપણ વાછરડાની હત્યા થાય નહી, ગાયોને યોગ્ય ભોજન મળે, ગૌશાળાની સ્થિતી સારી રહે અને વૃદ્ધ પશુઓ માટે યોગ્ય પ્રબંધ કરવામાં આવે. ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ધારાસભ્યોના વિચાર સાંભળ્યા બાદ વિધાનસભાના સ્પીકર પ્રેમ ચંદ અગ્રવાલે વોટિંગના આધાર પર પ્રસ્તાવને પસાર કર્યો હતો.

Next Story