Connect Gujarat
દેશ

ગુગલએ ડુડલ બનાવી ભારતની પ્રથમ મહિલા વકીલ કાર્નેલિયાને આપી સલામી

ગુગલએ ડુડલ બનાવી ભારતની પ્રથમ મહિલા વકીલ કાર્નેલિયાને આપી સલામી
X

મહારાષ્ટ્રનાં નાસિકમાં જન્મેલી ભારતની પ્રથમ વકીલ મહિલા અને સમાજ સુધારક લેખિકા કાર્નેલિયા સોરાબજીને ગુગલે તેમનું ડુડલ બનાવીને તેમને યાદ કર્યા હતા, કાર્નેલિયા સોરાબજી ભારત અને લંડનમાં લો ની પ્રેક્ટિસ કરવા વાળી પ્રથમ મહિલા હતી, અને તે બોમ્બે યુનિવર્સિટીમાં ગ્રેજ્યુટ થવા વાળી પહેલી મહિલા હતી.

15 નવેમ્બર 1866માં જન્મેલી કાર્નેલિયા 1892માં નાગરિક કાનૂને ભણવા માટે વિદેશ ગઈ હતી, અને 1894માં તે ભારત ફરી આવી હતી, તે સમયએ સમાજમાં મહિલાઓને વકાલત કરવાનો અધિકાર ન હતો,તેવા વાતાવરણમાં કાર્નેલિયાએ વકાલત કરી એડવોકેટ બનવાનું વિચારી લીધું હતું, અને 1907 માં કાર્નેલિયા એ જીત હાંસલ કરી અને તેમને બંગાલ, બિહાર, ઉડ઼ીસા અને અસમની અદાલતોમાં સહાયક મહિલા વકીલનું પદ આપવામાં આવ્યુ હતુ.

Next Story