Connect Gujarat
ગુજરાત

ગુજરાતના ઉમિયા ધામમાં ૧૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનશે ભવ્ય મંદિર

ગુજરાતના ઉમિયા ધામમાં ૧૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનશે ભવ્ય મંદિર
X

૧૦૦ મીટર ઉંચા મંદિરનું નિર્માણ કાર્ય ફેબ્રુઆરી 2020 શરુ કરવામાં આવશે

ગુજરાત ઉમિયા ધામમાં ૧૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ભવ્ય મંદિર નિર્માણ પામવા જઇ રહ્યું છે. પાટીદારોના આ વિશાળ અને ભવ્ય મંદિરનું નામ વિશ્વ ઉમિયા ધામ છે. આ વર્ષે મંદિરનું શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું અને આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનાથી મંદિરનું નિર્માણ કામ શરૂ થશે. આ માટે ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ એક ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હિન્દુ, જૈન, બૌદ્ધ અને સિખ ધર્મના આચાર્ચ ભાગ લેશે.

આ સંપૂર્ણ પરિયોજનનો ખર્ચ લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયા થશે. દુનિયાભરના ભક્તો દાન આપી રહ્યા છે. ફાઉન્ડેશને નિર્ણય લીધો છે કે, મંદિરના નિર્માણ કાર્યનો શુભારંભ થાય એ દરમિયાન બધા જ ધર્મના લોકોને આમંત્રિત કરવામાં આવે, કારણ કે આ માત્ર પાટીદોરોનું જ મંદિર નથી સમગ્ર જગત જનનીનું મંદિર છે.

Next Story