Connect Gujarat
ગુજરાત

ગુજરાતના શહેરો માં અનુભવાયા ભૂકંપ ના આંચકા 

ગુજરાતના શહેરો માં અનુભવાયા ભૂકંપ ના આંચકા 
X

હાઇરાઇઝ બિલ્ડીંગો માં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યા

રાજ્ય ના ભાવગનગર,અમરેલી સુરત સહિત ના શહેરો માં 4.7ની તીવ્રતા નો ભૂકંપ નો આંચકો લોકો એ મહેસુસ કર્યો હતો.

રાજ્યભર માં રવિવારના રોજ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સવારે સુરત માં 9.24 કલાક દરમિયાન ભૂકંપ નો હળવો આંચકો લોકો એ અનુભવ્યો હતો, ખાસ કરીને જે હાઇરાઇઝ બિલ્ડીંગો માં રહે છે તેમને ધરતીકંપ ની વધુ અસર ખ્યાલ આવી હતી,સુરત બાદ સૌરાષ્ટ્રર ના ભાવનગર,અમરેલી માં પણ ભૂકંપ થી લોકો ભયભીત થઈ ગયા હતા.

જ્યારે ભરૂચ જિલ્લા ના વગર તાલુકા ના દહેજ ગામ ખાતે પણ લોકોએ ભૂકંપ નો અનુભવ કર્યો હતો અને ધરતીકંપ થી ગભરાઈ જઈ ને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. કનેક્ટ ગુજરાત ના પ્રતિનિધિ સાથે દહેજ ગામ ના ડેપ્યુટી સરપંચ કિશોરસિંહ રાણા એ ટેલિફોનિક વાતચીત માં જણાવ્યું હતું કે દહેજ માં લોકો એ ધરતીકંપ અનુભવ્યો હતો,જેના કારણે ગામ ના પાદરે લોકો ભેગા થઈ ગયા હતા.

ભૂકંપ નું કેન્દ્ર બિંદુ સુરત થી 14 કિ.મી દૂર હોવાનું અને તીવ્રતા 4.7 ની હોવાનું પણ જાણવા મળ્યું છે.ખાસ કરીને દરિયાઈ પટ્ટી પર આવેલા શહેરો માં ભૂકંપ નો આંચકો આવ્યો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Next Story